AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ટીમ ઇન્ડીયાને વિશ્વકપ જીતાડનારી ટીમનો ખેલાડી આજે અઢીસો રુપિયાના રોજ પર મજૂરી કરવા મજબૂર છે

અનેક એવા ખેલાડીઓ છે કે જે, ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે માન વધારી ચુક્યા છે. પરંતુ આજે આવા ખેલાડીઓ ગુમનામીમાં જીવી રહ્યા છે. અને દર દરની ઠોકરો ખાઇને જેમ તેમ કરી ગુજરાન કરી રહ્યા છે.

Cricket: ટીમ ઇન્ડીયાને વિશ્વકપ જીતાડનારી ટીમનો ખેલાડી આજે અઢીસો રુપિયાના રોજ પર મજૂરી કરવા મજબૂર છે
Naresh Tumda
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:25 PM
Share

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic 2020) માં દેશમાં મેડલ જીતવા વાળા ભારતીય ખેલાડીઓ પર સરકારો, સંસ્થાઓ ખૂબ પૈસા વરસાવી રહ્યા છે. દેશ માટે મેડલ જીતનારા આ ખેલાડીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા સહિત કંપનિઓ અનેક મોટા કરારો પણ કરી રહી છે. સ્વાભાવિક છે કે, આ ખેલાડીઓએ દેશનુ માન વધાર્યુ છે. નવસારી ના નરેશ તુમદા (Naresh Tumda) ના જીવનમાં આમાંનુ કશુ જ નથી, ભલે તે ભારતને બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વકપ જીતાડવામાં સામેલ હતો.

જોકે એવા પણ ખેલાડીઓ છે. જેમણે ભારતનુ આંતરરાષ્ટ્રીય સ્તર પર માન વધાર્યુ છે, છતાં આજે એવા ખેલાડીઓ ગુમનામીમાં દર દરની ઠોકર ખાઇને આજીવીકા ચલાવી રહ્યા છે. આવા જ ક્રિકેટના ખેલાડીની દુખદ કહાની છે, જેણે ટીમ ઇન્ડીયા (Team India) ને વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી અને આજે મજૂરી કરીને પોતાનુ પેટ ભરી રહ્યો છે.

પ્લેયીંગ ઇલેવનનો હિસ્સો હતો, નરેશ તુમદા

વર્ષ 2018માં બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વકપ ટૂર્નામેન્ટ (2018 Blind Cricket World Cup) માં ટીમ ઇન્ડીયાનો હિસ્સો રહેલા નરેશ તુમદાની આ કહાની છે. નવસારી જીલ્લાના બ્લાઇન્ડ ક્રિકેટર નરેશ તુમદા વિશ્વકપ વિજેતા ટીમની પ્લેયીંગ ઇલેવનનો હિસ્સો હતો. જેણે માર્ચમાં શારજાહ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં, પાકિસ્તાન (Pakistan) ના વિશાળ લક્ષ્ય 308 રનનો પીછો કરતા ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવી હતી.

Naresh Tumda

સરકાર પાસે નોકરી માટે વિનંતી કરી ચુક્યો છે, પરંતુ કંઇ ના મળ્યુ

નરેશ તુમદા હાલમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનુ પાલન પોષણ કરી રહ્યો છે. ભારતને નેત્રહીન ક્રિકેટ વિશ્વકપ 2018 જીતાડનાર ટીમના સદસ્ય નરેશ તુમદા હવે જીવન ગુજરાન ચલાવવા માટે નવસારી (Navsari) માં મજૂરી કરે છે. તેણે કહ્યુ, હું પ્રતિદીન 250 રુપિયા કમાઉ છુ. ત્રણ વખત મુખ્યપ્રધાનને અનુરોધ કર્યો હતો, જોકે કોઇ જવાબ મળ્યો નહોતો. હું સરકારને નોકરી આપવા માટે આગ્રહ કરુ છુ, જેથી મારા પરિવારની દેખભાળ કરી શકુ. નરેશનુ કહેવુ છે તેણે, મુખ્યપ્રધાનને અરજ કરવા છતાં કોઇ જ ફાયદો થયો નથી.

Naresh Tumda

આ પણ વાંચોઃ IND vs ENG: જસપ્રિત બુમરાહે કર્યો ખુલાસો, WTC Final ની નિષ્ફળતા નોટિંગહામમાં કેવી રીતે સફળતામાં બદલી

આ પણ વાંચોઃ Tokyo Olympics: નિરજના પરિવાર સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, મરાઠા વાતો નથી કરતા, ઇતિહાસ રચે છે

g clip-path="url(#clip0_868_265)">