Corona : દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, દર્દીઓમાં સામાન્ય લક્ષણોના કારણે તંત્રને હાશકારો

|

Jun 25, 2022 | 11:29 AM

દક્ષિણ ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા માં વધારો  થયો છે. સંક્રમણના મામલે દક્ષિણ ગુજરાતના બે જિલ્લા હજુ કોરોના મુક્ત છે.

Corona : દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, દર્દીઓમાં સામાન્ય લક્ષણોના કારણે તંત્રને હાશકારો
Corona Test - File Image

Follow us on

રાજ્યમાં ફરી કોરોના(Corona)ના કેસમાં વધારો ચિંતા સર્જી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સાથે નવસારી, ભરૂચ , સુરત અને વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યાવધી છે. આરોગ્ય વિભાગ સહિત વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરત પછી બીજા ક્રમે નવસારી જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ જોવા મળી રહી છે. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 32 થઈ છે. કોરોનાની બીજી લહેર ખુબજ ઘાતકી રહી હતી. ત્રીજી લહેર સામાન્ય રહી હતી જેની વિદાય બાદ નોકરી-વ્યવસાય ધંધા-રોજગાર રાબેતા મુજબ શરૂ થયા લાગ્યા છે. જનજીવન સામાન્ય બનતા સોશિયલ ડિસ્ટન્સ ભુલાયું છે. શાકભાજી માર્કેટ , શાળા – કોલેજ , બજાર અને ઓફિસોમાં ફરી ભીડ જામે છે તો માસ્ક વિસરાયું છે. બેદરકારી કોરોનાના કેસમાં ફરી વધારો કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે.

કોરોનાના સંક્રમણને અટકાવવા વેક્સિનેશન સફળ સાબીત થઈ રહ્યું છે. પ્રિકોશન ડોઝ મામલે તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. વયસ્કોને આ ડોઝ નિશુલ્ક આપવામાં આવે છે. જોકે, 18 થી લઇને 60 વર્ષના વ્યક્તિઓને આ ડોઝ માટે પૈસા ખર્ચવાના હોવાથી લોકો પ્રિકોશન ડોઝ લેવાનું ટાળી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યુ છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ હાલમાં જે કેસ દર્દીઓ સંક્રમિત થયા છે તેમાં શરદી-ખાંસી અને તાવના લક્ષણ જોવા મળ્યા છે. ચોમાસાની સિઝનમાં મોટે ભાગે લોકો વાઇરલ ફિવરનો શિકાર બનતા હોય છે. આ સાથે કોરોના કેસમાં વધારો થઈ શકે છે.

આરોગ્ય વિભાગ અનુસાર કોરોના કેસમાં સતત વધારો થશે તો આગામી સમયમાં રેલવે સ્ટેશન, એસ.ટી બસ ડેપો સહિત સરકારી કચેરીઓ પાસે ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવશે. તપાસ થકી દર્દીઓને અલગ કરવાથી સંક્ર્મણ ફેલાતું અટકાવી શકાશે. રેન્ડમ સેમ્પલ લઈને કોરોના રોગને કાબૂમાં લેવા પ્રયત્ન કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દક્ષિણ ગુજરાતમાં ડાંગ  અને નર્મદા હજુ કોરોના મુક્ત

દક્ષિણ ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા માં વધારો  થયો છે. સંક્રમણના મામલે દક્ષિણ ગુજરાતના બે જિલ્લા હજુ કોરોના મુક્ત છે. બંને જિલ્લા રાજ્યના મહત્વના વન વિસ્તાર છે. ડાંગ અને નર્મદા જિલ્લામાં કોરોનની ચોથી લહેરનો એકપણ મામલો નોંધાયો નથી. આ બંને જિલ્લાઓમાં એક્ટિવ કેસની સંખ્યા શૂન્ય છે.

દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમણના કેસની સંખ્યા

  • સુરત  – 74
  • નવસારી – 16
  • વલસાડ – 11
  • ભરૂચ – 07
  • ડાંગ – 00
  • નર્મદા – 00
  • તાપી – 01

Published On - 11:24 am, Sat, 25 June 22

Next Article