નવસારી નગરપાલિકાનો અણઘડ વહીવટ, ઇન્ટર લિન્કિંગ તળાવની યોજના હજુ અધ્ધરતાલ
નવસારી શહેરમાં અને જલાલપોર વિસ્તારમાં અનેક તળાવો એવા છે. જેમાં જળકુંભી ઉગી નીકળી છે. જેની સાફ-સફાઈ કરવા માટે પાલિકાએ 15 લાખ રૂપિયાની માતબર રકમ ફાળવી હતી. પરંતુ યોગ્ય કામગીરીના અભાવે તળાવની સાફ સફાઈ થઈ નથી.
નવસારી નગરપાલિકા (Navsari Municipality)દ્વારા આજથી અઢી વર્ષ પહેલાં નવસારીની જનતા માટે પાણીની તકલીફ ન પડે એ માટે ઇન્ટર લિન્કિંગ તળાવની યોજના (Interlinking lake plan)અમલમાં લાવવામાં આવી હતી. જેમાં નવસારી અને જલાલપોર વિસ્તારમાં આવેલા તમામ તળાવને એકબીજા સાથે જોડવાની વાત કરવામાં આવી હતી. જેને માટે અંદાજીત પાંચ કરોડ રૂપિયાની માતબર રકમ (Large amount)પણ ફાળવવામાં આવી હતી. પરંતુ નવસારી નગરપાલિકા દ્વારા આજ દિવસ સુધી ઇન્ટર લિંન્કિંગ તળાવ પ્રોજેક્ટ અમલમાં લાવી શકી નથી. જેને પગલે પાણી માટે શહેરીજનોએ વલખા મારવાનો સમય આવે તેવી પરીસ્થિતનું નિર્માણ થયું છે.
નવસારી શહેરમાં અને જલાલપોર વિસ્તારમાં અનેક તળાવો એવા છે. જેમાં જળકુંભી ઉગી નીકળી છે. જેની સાફ-સફાઈ કરવા માટે પાલિકાએ 15 લાખ રૂપિયાની માતબર રકમ ફાળવી હતી. પરંતુ યોગ્ય કામગીરીના અભાવે તળાવની સાફ સફાઈ થઈ નથી. બે વર્ષથી અટવાઈ પડેલા પ્રોજેક્ટને કારણે શહેરીજનોએ અપૂરતા પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલનું પાણી રોટેશન પદ્ધતિ પ્રમાણે મળે છે. પરંતુ જયારે રોટેશન બંધ થઈ જાય છે. ત્યારે શહેરમાં પાણીનો જથ્થો ઘટી જાય છે. જેના કારણે શહેરમાં પાણીના ઓછા દબાણથી બે ટાઇમ પાણી આપવામાં આવે છે. મેનેજમેન્ટના અભાવે અટવાયેલ તળાવના કામને લઇ શહેરીજનોએ પાણી માટે રડવાનો વારો આવે તેવી પરિસ્થતિનું નિર્માણ થાય છે.
તળાવ લિન્કિંગ પ્રોજેક્ટ ઠપ્પ થવાના કારણે શહેરમાં પાણીની સમસ્યા વકરી છે. ત્યારે ફરી એકવાર આ વખતે પાલિકાએ પોતાના બોર્ડ એજન્ડામાં આ તળાવનું બ્યુટીફિકેશનનું કામ હાથ પર લીધું છે. અને ફરી એકવાર તળાવ પાછળ લાખો રૂપિયા ખર્ચવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્ટોરેજ થયેલું પાણી બહાર કાઢી જળકુંડીઓ સાફ કરી નવું પાણી ભરી લોકોને ઉપયોગમાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
પાલિકા દ્વારા જળ કુંડી સાફ કરવા હાલના સમયમાં 5 લાખ રૂપિયા જેટલો ફરી ખર્ચ કરવામાં આવશે. સાથે સાથે ડ્રેનેજ મારફતે તળાવોમાં આવતું પાણી અટકાવવા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે. પાલિકા દ્વારા નવસારી જીલ્લાના 6 જેટલા તળાવોનું બ્યુટીફીકેશન હાથ ધરવામાં આવશે. જેમાંથી 3 જેટલા તળાવો માટે મંજુરી પણ મળી છે. બે અર્સથી ગોટાળે ચડેલા અને ભગવાન ભરોસે ચાલતા તળાવોને લીંક કરવાની કામગીરીનો અંત ક્યારે આવશે તેની લોકો રાહ જોઈને બેઠા છે.
આ પણ વાંચો : નવસારી જિલ્લા પોલીસ વડાને મળી જમીન સંપાદન, જમીન વિવાદની 700 જેટલી ફરિયાદ, SITની રચના કરાઇ
આ પણ વાંચો : અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુખ સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયા