Navsari : અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું, દુષિત પાણીને કારણે કોલેરાના કેસોમાં વધારો

|

Oct 06, 2021 | 12:01 PM

અંબાડા ગામે બે જ દિવસમાં ઉપરાછાપરી ઝાડા-ઊલ્ટીના 63 કેસ મળી આવતા અને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા કલેકટરે અંબાડા સાંજે કોલેરાગ્રસ્ત જાહેર કર્યું હતું.

Navsari : અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું, દુષિત પાણીને કારણે કોલેરાના કેસોમાં વધારો
Navsari: Ambada village declared cholera-hit, cholera cases on the rise due to contaminated water

Follow us on

નવસારી જિલ્લાના અંબાડા ગામમાં 50 જેટલા કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. જિલ્લા કલેક્ટરે આગામી પંદર દિવસ માટે અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે.

નવસારી તાલુકાના અંબાડા ગામના તળાવ ફળિયામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા દૂષિત પાણી પાઈપલાઈનમાં ભળી ગયું હતું. જેને પગલે છેલ્લા 2 દિવસથી ઝાડા – ઉલ્ટીનો વાવર ફાટી નીકળ્યો છે. હાલમાં અસરગ્રસ્ત 63 દર્દીઓ પૈકી 34 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 31 દર્દીઓને ઘરે સારવાર અપાઇ રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે જિલ્લા કલેક્ટરને જાણ થતાં આરોગ્ય વિભાગને સૂચનાઓ આપી યુદ્ધના ધોરણે તમામ આસપાસના ચાર ગામ ઉગત, તોડી, વસર, સીંગોડમાં સાફ – સફાઈ અભિયાન , દવાઓના છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંગોદ ગામને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાતા તંત્ર દોડતું થઈ ગયું હતું . અને અસરગ્રસ્ત દર્દીઓના આવાસો પાસે છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેની અને પાણીના નમૂના લઈ પૃથ્થકરણ માટે કામગીરી હાથ ધરી તપાસ માટે સુરત ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

અંબાડા ગામે બે જ દિવસમાં ઉપરાછાપરી ઝાડા-ઊલ્ટીના 63 કેસ મળી આવતા અને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા કલેકટરે અંબાડા સાંજે કોલેરાગ્રસ્ત જાહેર કર્યું હતું. મંગળવારે તમામ દર્દીઓને નજીકની PHC માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેની આજુબાજુમાં આવેલા ઉગત ,તોડી, વસર અને સીગોદ એમ ચારેય ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. અંબાડા ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે – ઘરે સર્વેની કામગીરી હાથ ધરી ઓઆરએસ અને દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ક્લોરીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હાલમાં તકેદારીના ભાગરૂપે એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

નોંધનીય છેકે છેલ્લા એક મહિનાથી રાજ્યભરમાં વરસાદીમહેર થઇ હતી. જેને કારણે વરસાદે વિરામ લેતાની સાથે જ રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. સાથે જ મચ્છરોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિતના રોગચાળાના કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

 

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસનો આરોપી અશોક જૈન હજુ પણ ફરાર, પોલીસે રાજસ્થાન અને યુપીમાં તપાસ આદરી

Next Article