વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસનો આરોપી અશોક જૈન હજુ પણ ફરાર, પોલીસે રાજસ્થાન અને યુપીમાં તપાસ આદરી

અશોક જૈનને ઝડપી પાડવા પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા છે. એકતરફ અશોક જૈનની આગોતરા જામીન અરજીની કાયદાકીય  પ્રક્રિયા  ચાલી રહી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 11:02 AM

વડોદરા(Vadodara)  શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case) આરોપી અશોક જૈન(Ashok Jain) હજુ પણ ફરાર છે. તેને શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ છે પણ હજુ સુધી તે હાથમાં આવ્યો નથી.અશોક જૈનને ઝડપી પાડવા પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા છે.

એકતરફ અશોક જૈનની આગોતરા જામીન અરજીની કાયદાકીય  પ્રક્રિયા  ચાલી રહી છે..જ્યારે બીજીતરફ પોલીસ અશોક જૈનની શોધખોળ કરી રહી છે. પોલીસે તેના આશ્રય સ્થાનોની માહિતી મેળવતા, તે રાજસ્થાન અથવા ઉત્તરપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું.

જેને પગલે પોલીસની બે ટીમોએ બંને રાજ્યોમાં ધામા નાખ્યા છે અને વિવિધ જગ્યાએ આરોપીની તપાસ કરી રહી છે.

આ દરમ્યાન વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી રાજુ ભટ્ટના વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા રાજુ ભટ્ટ 6 ઓકટોબર બુધવારે સવારે 11 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે. રાજુ ભટ્ટના પ્રથમ ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.રવિવાર હોવાથી અરજન્ટ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

30 સપ્ટેમ્બરે વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. કોર્ટે આરોપી રાજુ ભટ્ટના વધારે 3 દિવસના રિમાન્ડ આપતા જ હવે દુષ્કર્મ કેસના અનેક સવાલોના જવાબ મળશે.

આ પણ વાંચો :નવરાત્રીમાં ગરબે ધૂમવા સરકારે મૂકી આ શરત, જાણો વિગતે

આ પણ  વાંચો: રાજકોટના જસદણમાંથી 24 લાખની કિંમતનું ગેરકાયદે બાયો-ડીઝલ ઝડપાયું

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">