નવસારીના ગામડાંઓએ પણ વિકાસના રોડ મેપમાં સંમતિ આપી, ટૂંક સમયમાં થશે કાયાપલટ

નવસારી શહેરના વિકાસ માટે યોગ્ય રોડ મેપના અભાવે વિકાસ થઈ શક્યો નથી. પરંતુ હવે નવસારી નગરપાલિકાનુ નવું જ રુપ સાથે નવા વિસ્તારો જોડવા હદ વિસ્તરણ અને પાલિકાના વિકાસનો વેગ વધારવાની દિશામા કામગીરી શરુ થઈ છે. નવસારીના વિકાસ માટે પહેલા ટ્વીનસીટી બાદમા મહાનગરપાલિકાના માળખામા ઢાળવાની વાતો કરવામા આવી હતી. પરંતુ છેલ્લે નુડાનુ માળખુ આપવામા આવ્યું હતું. […]

નવસારીના ગામડાંઓએ પણ વિકાસના રોડ મેપમાં સંમતિ આપી, ટૂંક સમયમાં થશે કાયાપલટ
Follow Us:
Nilesh Gamit
| Edited By: | Updated on: Mar 02, 2019 | 12:19 PM

નવસારી શહેરના વિકાસ માટે યોગ્ય રોડ મેપના અભાવે વિકાસ થઈ શક્યો નથી. પરંતુ હવે નવસારી નગરપાલિકાનુ નવું જ રુપ સાથે નવા વિસ્તારો જોડવા હદ વિસ્તરણ અને પાલિકાના વિકાસનો વેગ વધારવાની દિશામા કામગીરી શરુ થઈ છે. નવસારીના વિકાસ માટે પહેલા ટ્વીનસીટી બાદમા મહાનગરપાલિકાના માળખામા ઢાળવાની વાતો કરવામા આવી હતી.

પરંતુ છેલ્લે નુડાનુ માળખુ આપવામા આવ્યું હતું. જેમા વિવિધ ગામોના વિરોધને પગલે 99 માથી 15 ગામો નુડામા રહી ગયા છે. ત્યારે સમગ્ર જિલ્લા તંત્ર ફરીથી શહેરના વિકાસમાં નવા માળખાની શોધમા હતા અને હવે નવસારી શહેરને વિકસાવવા માટે વિસ્તરણની કામગીરી હાથ ધરવામા આવી છે.

7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !

જેમા વિરાવળ,છાપરા,કાલીયાવાડી,ઈટાળવા,જમાલપોર, ચોવીસી અને કબીલપોર ગામોને સમાવિષ્ઠ કરવાની કાગમીરી શરુ કરવામા આવી છે. ગ્રામપંચાયતોએ પાલિકામાં ભળવા માટે સંમતિ આપતા ઠરાવો પણ આપી દીધા છે. નવસારી નગરપાલિકાની 2 લાખ વસ્તી છે જેની સામે 7 ગામોની 50 હજારની વસ્તીને નવસારી નગરપાલિકામા જોડવા માટેની કામગીરી શરુ કરવામા આવી છે.

આ પણ વાંચો : મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન ‘અભિનંદન’

પાલિકાના હદ વિસ્તરણની સાથે ભવિષ્યમા મહાનગરપાલિકા બને એ દિશામા પણ વિસ્તરણની કામગીરી હાથ ધરવામા આવી છે ત્યારે પાલિકાના શાસકો પણ ગામોને સમાવવા માટે કામે લાગ્યા છે. વિકસતા નવસારી શહેરને વધુ વેગવંતુ અને વિકાસશીલ બનાવવા માટે કામે લાગ્યા છે જેમા ભવિષ્યમા મહાનગરપાલિકાનુ માળખુ મળે એ દિશામા કામગીરી ચાલી રહી છે.  ત્યારે નવસારી શહેરને વિકાસની નવી વિકાસની ઊંચાઈઓ મળે તેવી શહેરીજનો પણ માંગ કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">