Narmada ડેમના 23 દરવાજા ખોલી 2.95 લાખ કયુસેક પાણી છોડાશે,નીચાણવાળા વિસ્તારોમાં તકેદારી રાખવા અપીલ

|

Sep 17, 2022 | 6:20 PM

સરદાર સરોવર ડેમના 23 દરવાજા 1.38 મીટર ખોલીને 2.50 લાખ ક્યુસેક પાણી છોડાશે. તો પાવર હાઉસ દ્વારા 45,000 ક્યુસેક પાણી છોડાશે.નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને તકેદારી રાખવા વહીવટી તંત્રએ અપીલ કરી છે.

Narmada ડેમના 23 દરવાજા ખોલી 2.95 લાખ કયુસેક પાણી છોડાશે,નીચાણવાળા વિસ્તારોમાં તકેદારી રાખવા અપીલ
Narmada Dam

Follow us on

ગુજરાતની(Gujarat)  જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેના પગલે તંત્રએ રાત્રે 9 કલાકે વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા 1.38 મીટર ખોલીને 2.50 લાખ ક્યુસેક પાણી છોડાશે. તો પાવર હાઉસ દ્વારા 45,000 ક્યુસેક પાણી છોડાશે.નર્મદા ડેમમાંથી(Narmada Dam)  2.95 લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને તકેદારી રાખવા વહીવટી તંત્રએ અપીલ કરી છે.

આ સિઝનમાં  પ્રથમ વખત સરદાર સરોવર ડેમ  છલકાયો થયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કર્યા. હાલ નર્મદા ડેમમાં 1.92 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને કુલ 1.60 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં   છોડવામાં આવ્યું છે. મહત્વનુું છે કે નર્મદા ડેમ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. ત્યારે આ વર્ષે ડેમ છલોછલ થવાથી ગુજરાતમાં (Gujarat)  જળસંકટની  સમસ્યા ઓછી જોવા મળશે.

સરદાર સરોવર ડેમ છલકાયો

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. મહત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

નર્મદા યોજનાનું ખાતમુર્હત PM જવાહરલાલ નહેરૂના હસ્તે થયુ

ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુર્હત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે પાંચ એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું ત્યારે 17 સપ્ટેમ્બર 2017 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નર્મદા ડેમ નું લોકર્પણ કર્યું હતું.ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે 70 વર્ષે પૂર્ણ થઇ છે .વર્ષ 1946 થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ 2017 માં આ યોજના નું લોકાર્પણ થયું.

Published On - 6:11 pm, Sat, 17 September 22

Next Article