AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને હવે એકપણ નજરાણુ મિસ નહીં થાય, GSRTC એ લોંચ કરી રિક્લાઈનિંગ સીટોવાળી નવી AC વિસ્ટાડોમ બસો

Statue Of Unity: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થળ કેવડિયાના એક્તા નગરમાં હવે પ્રવાસીઓને એસી વિસ્ટાડોમ કોચ બસ સેવાનો આનંદ મળશે. આ બસો ચારે તરફ ફરી શકે તેવી સંપૂર્ણ રીતે એડજસ્ટ થનારી રિક્લાઈનિંગ સીટો હશે. જેમા બેસીને પ્રવાસીઓને એકપણ નજારો મિસ નહીં થાય અને તેમને અદ્દભૂત અનુભવ મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને હવે એકપણ નજરાણુ મિસ નહીં થાય, GSRTC એ લોંચ કરી રિક્લાઈનિંગ સીટોવાળી નવી AC વિસ્ટાડોમ બસો
| Updated on: Nov 02, 2026 | 9:01 PM
Share

ગુજરાત પરિવહન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને મોટી ભેટ આપવામાં આવી છે. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત રાજ્ય સડક પરિવહન નિગમ ની નવી એસી ‘એસી વિસ્ટાડોમ કોચ’ બસ સેવાને લોંચ કરી છે. આ બસોની અંદર બેઠા બેઠા પ્રવાસીઓ ખુલ્લા આકાશ અને પ્રાકૃતિક સૌદર્યનો લ્હાવો લી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આ નવી બસ સેવાનું લોકાર્પણ કર્યુ અને વિસ્ટાડોમ બસમાં બેસવાનો આનંદ પણ લીદો. હવે આ બસ સેવા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.

એક બસમાં માત્ર 23 પ્રવાસીઓ બેસી શકશે

GSRTC ની આ બસમાં ગુંબજ આકારવાળી પારદર્શી કાચની છત ડિઝાઈન કરવામાં આવી છે. એક બસમાં માત્ર 23 સીટો છે જે ચારે બાજુ ફરી શકે છે અને સંપૂર્ણ રીતે એડજસ્ટ થઈ શકે તેવી રિક્લાઈનિંગ સીટો છે. આ બસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીને એકદમ નવો જ અનુભવ મળશે. બસના બહારના ભાગમાં ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર નેશનલ સફારી પાર્ક, અડાલજની વાવ અને ધોરડો રણ જેવા સ્થળોને આકર્ષક ગ્રાફિક્સ દ્વારા બતાવવામાં આવ્યા છે. પરિવહન વિભાગ સંભાળી રહેલા હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ગુજરાતના બીજા પર્યટન સ્થળો અને હેરિટેજ રૂટો પર પણ આ પ્રકારની બસ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં પાંચ બસ સેવા લોંચ

ગુજરાત રાજ્ય સડક પરિવહન નિગમ GSRTC અને ગુજરાત પર્યટન નિગમે ભારતમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય માનકોને અનુરુપ કૂલ 5 વિશિષ્ટ ‘એસી વિસ્ટાડોમ કોચ’ બસ તૈયાર કરાવી છે. જેમા પહેલી વિસ્ટાડોમ બસ સેવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લોકાર્પણ કર્યુ અને પોતે પણ વિસ્ટાડોમ બસની સફરનો આનંદ માણ્યો. આ આધુનિક બસોમાં ગુંબજ આકારની પારદર્શક કાચની છત ડિઝાઈન કરવામાં આવી છે. જેમા પ્રવાસીઓ આરામદાયક વાતાનુકુલિત કેબિનમાં બેઠા બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના પ્રાકૃતિક સૌદર્યનો લુત્ફ ઉઠાવી શકે છે. ચારે બાજુ ફરી શકે તેવી રિવોલ્વિંગ અને સંપૂર્ણ રીતે એડજસ્ટ થનારી રિક્લાઈનિંગ સીટ તેમા લગાવવામાં આવી છે.

હાઈટેક બસમાં આ સુવિધાઓ પણ

આ હાઈટેક બસમાં યાત્રિકો માટે પ્રીમિયમ LED સ્માર્ટ ટીવી, CCTV કેમેરા, ચા-કોફી બનાવવાની મશીન, મિનિ ફ્રિઝ અને મોબાઈલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષા માટે આ બસોમાં આગની જાણકારી લઈ તેને શમાવવ માટે ફાટર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ અને ઈમરજન્સી હેમર સાથે ટફન ગ્લાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક બસની કિંમત રૂ. 2.19 કરોડ છે. આ બસ સેવા અંતર્ગત કૂલ 5 બસો સંચાલિત કરવામાં આવશે જેમા અત્યારે 2 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. જ્યારે બાકીની 3 બસોનું લોકાર્પણ આગામી બે મહિનામાં કરવાનું આયોજન છે.

GSRTC ની વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાશે

આ બસનું બુકિંગ GSRTC ની વેબસાઈટ પરથી કરી શકાશે. પ્રિમિયમ વિસ્ટાડોમ બસ સેવા શરૂ થવાથી ગુજરાતના નાગરિકોની સાથે દેશ-વિદેશથી આવનારા પ્રવાસીઓને નવો અનુભવ મળશે. હવે પ્રવાસીઓ રસ્તામાં આવનારા તમામ પ્રાકૃતિક દશ્યો અને ઐતિહાસિક વિરાસતોને પણ એક નવા દૃષ્ટિકોણછી આનંદ લઈ શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી એ તેમની તાજેતરની મુલાકાત દરમિયાન અનેક નવી ચીજોનો શુભારંભ કર્યો હતો. જેમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તા પ્રકાશ પર્વનો પણ સમાવેશ થાય છે.

Tips & Tricks: સોનાના આભૂષણોને ઘરે બેઠા જ નવા જેવા ચમકાવો, સોની પાસે જવાની જરૂર નથી- જાણી લો આ આસાન ટિપ્સ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">