સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું, કેવડિયા સ્ટેશન પર ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસનો અનુભવ કરી શકાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વધુ એક પ્રવાસી આકર્ષણ ઉમેરતા વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેએ ભારતીય રેલવેમાં PPP પહેલ હેઠળ કેવડિયા રેલવે સ્ટેશન પર સોવેનિયર શોપ સાથે આર્ટ ગેલેરીના વિકાસ માટે આ પ્રકારનો પ્રથમ કોન્ટ્રાક્ટ આપ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું, કેવડિયા સ્ટેશન પર ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસનો અનુભવ કરી શકાશે
New attraction added at Statue of Unity rich cultural history of Gujarat can be experienced at Kevadiya station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 4:25 PM

ભારતીય રેલવેએ(Indian Railway) PPP પહેલ હેઠળ કેવડિયા રેલવે સ્ટેશન( Kevadiya station)  પર સોવેનીર શોપ સાથે આર્ટ ગેલેરી વિકસાવી છે. જેમાં આર્ટ ગેલેરી ગુજરાત (Gujarat) અને ભારતના વિવિધ આર્ટ અને ક્રાફ્ટ સ્વરૂપોનું પ્રદર્શન કરશે. જેમાં હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ની મુલાકાત લેતા પ્રવાસીઓ કેવડિયા સ્ટેશન પર જ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસનો અનુભવ કરી શકશે.

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” નજીક વધુ એક પ્રવાસી આકર્ષણ ઉમેરતા વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેએ ભારતીય રેલવેમાં PPP પહેલ હેઠળ કેવડિયા રેલવે સ્ટેશન પર સોવેનિયર શોપ સાથે આર્ટ ગેલેરીના વિકાસ માટે આ પ્રકારનો પ્રથમ કોન્ટ્રાક્ટ આપ્યો છે.

PPP મોડલના ફાયદાઓ પર ઊભી થયેલી ખાનગી પાર્ટી દ્વારા વિકસિત અને સંચાલિત આર્ટ ગેલેરી ગુજરાત અને ભારતના વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્વરૂપો પ્રદર્શિત કરશે અને રેલવેને 24.7 લાખની કમાણી અને 2.83 કરોડની સંભવિત આવક થશે. આ કોન્સેપ્ટ કેવડિયાની મુલાકાત લેતા લોકોના અનુભવને સમૃદ્ધ બનાવશે જ પરંતુ સામાજિક મોરચે, આ અનોખો ખ્યાલ નર્મદા જિલ્લાના સ્થાનિક આદિવાસી લોકોને તેમની આદિવાસી કળાને પ્રોત્સાહન આપવાની તક આપીને રોજગારી પણ પ્રદાન કરશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

આ પણ વાંચો : અમદાવાદઃ રિક્ષા યુનિયનોમાં ભાગલા પડયા, સરકાર સાથે બેઠકને લઈ વિરોધી સમિતિનો વિરોધ

આ પણ વાંચો : રાજકોટના આ ઉધોગપતિના ઘરે શાહી લગ્ન પ્રસંગ, ચાર્ટડ પ્લેનમાં જશે જાન અને જમણવારની થાળીના 18 હજાર રૂપિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">