Narmda: શિક્ષણના ધામમાં પીધેલો શિક્ષક, TV9ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી, જુઓ Video

TV9 ગુજરાતીના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી અને પીધેલા શિક્ષક વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ TV9 સાથેની વાતચીતમાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહીની હૈયાધારણા આપી હતી.

Narmda: શિક્ષણના ધામમાં પીધેલો શિક્ષક, TV9ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 6:15 PM

ભવિષ્યની પેઢીનું સિંચન કરે અને માર્ગદર્શન આપે તે શિક્ષક. વિદ્યાર્થીઓની પ્રેરણા એટલે શિક્ષક. પરંતુ જો શિક્ષક જ ગેરમાર્ગે દોરાયેલો હોય તો તે કેવી રીતે વિદ્યાર્થીને માર્ગદર્શન આપી શકે? આવી શરમજનક ઘટના ગુજરાતના નર્મદા જિલ્લામાં બની છે અને આ ઘટના શિક્ષણ જગત માટે કંલકરૂપ છે.

વિદ્યાના ધામને કલંકિત કરતી અને દારૂબંધીની ફજેતી ઉડાડતી ઘટના સામે આવી છે નર્મદા જિલ્લામાં. નર્મદા જિલ્લામાં ગરુડેશ્વરના કોયારી પ્રાથમિક શાળામાં એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં રાજુ સોલંકી નામનો શિક્ષક દારૂ ઢીચીને સ્કૂલના રૂમમાં પડેલો હતો. વર્ગખંડમાં જે બેંચ ઉપર બેસીને વિદ્યાર્થીઓ ભણતા હોય તે બેંચ ઉપર પીધેલો શિક્ષક નશાની હાલતમાં સુતો છે.

આ દ્રશ્યો જોઈને હવે તમે જ વિચારો જે શિક્ષક દેશના ભવિષ્યનું ઘડતર કરતો હોય, તે જ શિક્ષક જો આવી રીતે નશાની હાલતમાં વિદ્યાર્થીઓ વચ્ચે હોય તો, આ વિદ્યાર્થીઓને કેવા સંસ્કાર મળશે. આવા પીધેલા શિક્ષક પાસેથી શું અપેક્ષા રાખી શકાય. સૂત્રોનું માનીએ તો શિક્ષણ નિયમિત દારૂ પીને સ્કૂલે આવે છે અને પીધેલા શિક્ષકની કરતૂતથી અન્ય સ્ટાફ પણ પરેશાન છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

TV9ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગે ઘટનાની નોંધ લીધી

Tv9 ગુજરાતીના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી અને પીધેલા શિક્ષક વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ TV9 સાથેની વાતચીતમાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહીની હૈયાધારણા આપી હતી.

બનાસકાંઠાના દાંતામાં પણ આવી ઘટના સામે આવી હતી

હરિવાવ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકો નશો કરીને શાળાએ આવે છે. ત્યારે નશાખોર શિક્ષકો અને અનિયમિત હાજરીને કારણે વિદ્યાર્થીઓનુ ભાવિ બગડી રહ્યુ છે. હાલ તો વાલીઓએ રોષ વ્યક્ત કરીને ગામની શાળામાં તાળાબંધી કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે આવા નશાખોર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કેમ કોઈ પગલાં લેવાતા નથી.

જોકે અહીં પણ સવાલ એ સર્જાય કે શિક્ષક પીધેલો જ છે તો પછી તેના વિરૂદ્ધ કાર્યવાહી અત્યાર સુધી કેમ નહી ? ક્યાં સુધી તપાસના નામે અધિકારીઓ સમય પસાર કરતા રહેશે. શિક્ષકના આવા કરતૂતની વિદ્યાર્થીઓ પર શું અસર પડશે? કેમ શું આવી રીતે શિક્ષકો ભારતના ભવિષ્યનું ઘડતર કરશે? આ દ્રશ્યો જોઇને ખરેખર પ્રશ્નો ઉભા થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત અને જીતશે ગુજરાત! જોવાનું એ રહે છે કે પીધેલા શિક્ષક વિરૂદ્ધ તપાસના આદેશ બાદ નક્કર કાર્યવાહી ક્યારે થાય છે.

g clip-path="url(#clip0_868_265)">