કેવી રીતે ભણશે ગુજરાત ? દાંતા તાલુકાની શાળામાં શિક્ષકો નશામાં ટલ્લી થઈને આવતા હોવાનો વાલીઓનો દાવો
હાલ તો વાલીઓએ રોષ વ્યક્ત કરીને હરિવાવ ગામની શાળામાં તાળાબંધી કરી છે. તો સાથે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે આવા નશાખોર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કેમ કોઈ પગલા નથી લેતા.
બનાસકાંઠાની દાંતા તાલુકાની શાળા ફરી એકવાર વિવાદમાં આવી છે.હરિવાવ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકો નશો કરીને શાળાએ આવે છે. ત્યારે નશાખોર શિક્ષકો અને અનિયમિત હાજરીને કારણે વિદ્યાર્થીઓનુ ભાવિ બગડી રહ્યુ છે.
હાલ તો વાલીઓએ રોષ વ્યક્ત કરીને ગામની શાળામાં તાળાબંધી કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે આવા નશાખોર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કેમ કોઈ પગલા નથી લેતા…ત્યારે હાલ તો બાળકોના ભણતરને લઈ વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
વાલીઓએ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી
આપને જણાવી દઈએ કે, થોડા દિવસો અગાઉ જોધસર શાળાના શિક્ષક દારૂ માં ટલ્લી હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.વીડિયો સામે આવતા જ લોકોએ આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. બાદમાં શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શિક્ષક હજુ દારૂના નશામાંથી ભાનમાં આવે તે પહેલાં જ દાંતાના જોધસર ગામની પ્રાથમિક શાળાના દારૂડિયા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.