Narmada: દેવલ્યા ખાતે આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, સરકારની યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ

|

May 16, 2022 | 3:17 PM

તિલકવાડા તાલુકાના (Tilakwada taluka) દૈવલ્યા પ્રાથમિક શાળામાં આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. આ આયોજન થકી સ્વામીત્વ યોજના સહિત વિવિધ કર યોજનાઓનો સીધો લાભ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Narmada: દેવલ્યા ખાતે આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, સરકારની યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ
Symbolic Image

Follow us on

ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા વિવિધ યોજનાઓનો સીધો લાભ પ્રજાને મળી રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તિલકવાડાના દેવલ્યા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લાભાર્થીઓને (Beneficiary) સરકારની વિવિધ યોજનાઓનો (schemes) લાભ ઘર આંગણે જ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દેવલ્યા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમને તાલુકા મામલતદાર આર. જે. ચૌહાણ તાલુકા વિકાસ અધિકારી ઘનશ્યામભાઈ પટેલ, જીલ્લા કારોબારી અધ્યક્ષ મમતાબેન તડવી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.

પ્રજાને મદદરૂપ થવા અને દેશની પ્રગતિમાં વધારો થાય તે માટે સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ પ્રજા સુધી પહોંચે તે માટે અનેકવાર સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત પ્રજાલક્ષી યોજનાઓનો સીધો લાભ પ્રજાજનોને સતત મળતો રહે અને વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાનમાં રાખીને આ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આ આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

તિલકવાડા તાલુકાના દૈવલ્યા પ્રાથમિક શાળામાં આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. આ આયોજન થકી સ્વામીત્વ યોજના સહિત વિવિધ કર યોજનાઓનો સીધો લાભ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં વધુ લોકો આ યોજનાઓનો લાભ મેળવી શકે અને કોઈ પણ વ્યક્તિ સરકારની યોજનાઓથી વંચિત રહી ન જાય તે માટે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બીજી તરફ નર્મદા જિલ્લા કલેકટર દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજપીપળામાં મોડી રાત સુધી ડીજે વગાડનાર સંચાલક ઋત્વીકભાઇ પ્રવિણભાઇ માજીવિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. આઇસર ટેમ્પોમાં ડી.જે. સાઉન્ડ સિસ્ટમ ગોઠવી રાજપીપળાના જૂનાકોટ વિસ્તારમાં રાત્રે એક વાગ્યાની આસપાસ લાઉડ સ્પીકર વગાડી  વાતવરણમાં ઘોંઘાટ ઉત્પન્ન કરવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે  ગુનો દાખલ કરી ડીજે, ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Next Article