Narmada : ડેડિયાપાડામાં ‘ચાલો મિલેટ્સ વિશે જાણીએ’ થીમ પર એક પ્રદર્શનનું આયોજન થયું, જાણો મિલેટ્સમાં શેનો સમાવેશ થાય છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા દેશના લોકો પોતાના મૂળ પૌષ્ટિક ખોરાક તરફ પાછા ફરે એવી આશા સાથે 2023ને મીલેટ્સ વર્ષ જાહેર કરાયો છે. દેશવાસીઓને મીલેટ્સ ધાન્ય ખાતા અને વાવેતર કરતા કરવા એક મુહિમ ઉપાડવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુનો દ્વારા વર્ષ 2023ને મીલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં આવેલી વિનયન કોલેજ ડેડીયાપાડા દ્વારા મીલેટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ આજના યુવા વર્ગને જંક ફૂડથી દૂર કરીને આપણા મૂળ ખોરાક તરફ વાળવાનો રહ્યો હતો. જેથી યુવા વર્ગ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકો પોતાના મૂળ પૌષ્ટિક ખોરાક તરફ પાછા ફરે એવી આશા સાથે 2023ને મીલેટ્સ વર્ષ જાહેર કરાયો છે. દેશવાસીઓને મીલેટ્સ ધાન્ય ખાતા અને વાવેતર કરતા કરવા એક મુહિમ ઉપાડવામાં આવી છે. આ પહેલા સંસદ ભવનમાં પણ તમામ સાંસદોને મીલેટ્સમાંથી બનાવેલી વાનગીનું એક મિજબાનીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
મિલેટ્સમાં શેનો શેનો થાય છે સમાવેશ ?
મિલેટ્સ એટલે કે કોદરા-કોદરી, બંટી, નાગલી, રાગી, બાજરી, મોરૈયો જેવા અન્ય બીજા સીરી ધાન્ય કે જે ઘણા પૌષ્ટિક અને આરોગ્યપ્રદ હોય છે. હવે લોકો આ ધાન્ય તરફ ફરી વળે એવી એક મુહિમ ભારત દેશ જ નહિ વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ 2023 જાહેર કરવામાં આવ્યું છે.
વર્ષ 2023 ભારત સરકારની પહેલથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. હવે આ ધાન્ય ઉગાડવા અન્ય રાજ્યો કે દેશો પ્લાનિંગ કરતા હશે, પરંતુ ભારત દેશમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મીલેટ્સ ધાન્ય ઉટ્પદનામાં અગ્રેસર બન્યો છે.
અમદાવાદની સંસ્થાની પ્રેરણાથી પહેલ
2019થી આ અંગે જાગૃતિ ફેલાવતી અમદાવાદની ખાનગી સંસ્થા ગ્રીન હબ ફાઉન્ડેશનની મહેનતથી ડેડીયાપાડાના લોકો મૂળ ખોરાક તરફ વળ્યાં છે. આજે 40 ટકા ખેતી ડેડીયાપાડામાં કોદરા-કોદરી, બંટી, નાગલી, રાગી, બાજરી,મોરિયું, જેવા અન્ય બીજા સીરી ધાન્યની ખેતી કરી રહ્યા છે. ડેડીયાપાડામાં મૂળ ધાન્ય પકાવવાનું છોડી લોકો ડાંગર તરફ વળ્યાં છે. અહીં લોકો 40 ટકા મૂળ ધાન્યની ખેતી તરફ લોકો વળ્યાં અને ખેતી કરતા થયા છે.
પ્રધાનમંત્રીના ડ્રિમ પ્રોજેક્ટની શરૂઆત નર્મદા જિલ્લાથી થઇ એમ ચોક્કસ કહેવાય. આ બાબતે ગ્રીન હબ ફાઉન્ડેશનના સુનિલ ત્રિવેદીએ દ્વારા ડેડીયાપાડામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે ‘ચાલો મિલેટ્સ વિશે જાણીએ’ થીમ ઉપર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા મિલેટ્સ એટલે કે કોદરા-કોદરી, બંટી, નાગલી, રાગી, બાજરી જેવા અન્ય બીજા સીરી ધાન્ય તરીકે ઓળખાતા ધાન્ય વિશે રસપ્રદ તથા રોચક જાણકારી આપી હતી. તદુપરાંત લાલ ચોખા, કાળા ચોખા, કાળા ઘઉં જેવી અવનવી જાડા ધાન્ય તથા જુવારની વિવિધ જાતોનું પ્રદર્શન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
વિવિધ મિલેટ્સ વાનગીઓનું પ્રદર્શન
કોલેજમાં મીલેટ્સ કોમ્પિટિશનમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં મીલેટ્સમાંથી લાડુ, વઘારેલો મોરૈયો, જુવારના રોટલા, બાજરીના લોટના પૂળા અને નાગલીના લોટમાંથી ઈડલી પણ બનાવવામાં આવી હતી. આ કોમ્પિટિશન નો મુખ્ય ઉદેશ એ હતો કે આજનો યુવા વર્ગ જંક ફૂડ તરફ વળી ગયો છે જેને પાછો આપણા મૂળ ખોરાક તરફ વાળી શકાય.
(વિથ ઇનપુટ-વિશાલ પાઠક, નર્મદા)