Narmada : તેજ વાવઝોડુ કે ધરતીકંપ પણ હલાવી નહીં શકે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને, જાણો SOU ની પ્રતિમા કેટલી મજબૂત છે?
અફઘાનિસ્તાનમાં આજે બુધવારે સવારે ફરી ભૂકંપ(Earth Quake)ના તીવ્ર આંચકા અનુભવાયા હતા.ભારતમાં ઉત્તરાખંડમાં પણ તાજેતરમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. વધતી ધરતીના કંપનની ઘટનાઓ વચ્ચે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના આસપાસના વિસ્તારમાં પણ જો ધરા ધ્રૂજે તો શું પ્રતિમાને નુકસાન થઇ શકે છે?

Narmada : અફઘાનિસ્તાનમાં આજે બુધવારે સવારે ફરી ભૂકંપ(Earth Quake)ના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6 કરતા પણ વધુ નોંધાઈ હતી. અહેવાલ છે કે ભૂકંપનું કેન્દ્ર ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાન તરફ જમીનથી 8 થી 10 કિમી નીચે હોવાનું અનુમાન હતું. વહેલી સવારે 6 વાગ્યાના રસમમાં આંચકાનો અનુભવ થયો હતો.
ભારતમાં ઉત્તરાખંડમાં પણ તાજેતરમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. વધતી ધરતીના કંપનની ઘટનાઓ વચ્ચે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના આસપાસના વિસ્તારમાં પણ જો ધરા ધ્રૂજે તો શું પ્રતિમાને નુકસાન થઇ શકે છે? વાંચો જવાબ અહેવાલમાં
વાવાઝોડું કે ભૂકંપ SOUને નુકસાન પહોંચાડી શકશે નહીં
ગુજરાતના નર્મદા જિલ્લામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’(Statue of Unity)ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ધરતીકંપ કે 60 મીટર/સેકન્ડની ઝડપે આવતા પવન પણ પ્રતિમાને નુકસાન પહોંચાડી શકશે નહીં. આ પ્રતિમા 6 રિક્ટર સ્કેલ પર ભૂકંપની સ્થિતિમાં હલશે પણ નહીં. આ પ્રતિમા 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને પણ સહન કરી શકે છે.
જેમ જેમ મૂર્તિની ઉંમર વધશે તેમ તેમ તેના રંગમાં પણ ફેરફાર જોવા મળશે. તમને જણાવી દઈએ કે, કાંસ્ય ધાતુની વૃદ્ધત્વ પ્રક્રિયાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાંસ્ય રંગથી લીલા રંગમાં બદલાઈ જશે. આ રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ 30 વર્ષ પછી તેના મૂળ રંગ એટલે કે હાલના રંગથી બદલાઈને લીલો થઈ ગયો છે.
તાજેતરમાં ભૂકંપની બે ઘટનાઓ સામે આવી હતી
આ પહેલા શનિવારે અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. દેશમાં આ આંચકાઓને કારણે ઓછામાં ઓછા ચાર હજાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બે હજારથી વધુ ઘરો પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આવી સ્થિતિમાં માત્ર ચાર દિવસમાં જ બે મોટા ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં ભારે નુકસાન થવાનો અંદાજ છે.
5 ઓક્ટોબરે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર ભારતના ઉત્તરાખંડમાં ઉત્તરકાશીથી 33 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમ (NNW)માં હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 3.49 કલાકે સપાટીથી 5 કિમીની ઉંડાઈએ આવ્યો હતો.
Input Credit : Vishal Pathak, Narmada