AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ, CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કર્યા વધામણાં

આજે સવારે 5 વાગ્યે ડેમની જળસપાટી (Water level)  138.68 મીટર પર પહોંચી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કર્યા.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ, CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કર્યા વધામણાં
Narmada dam overflows
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 8:48 AM
Share

આ સિઝનમાં (Monsoon 2022) પ્રથમ વખત સરદાર સરોવર ડેમ (Narmada dam) છલકાયો થયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કર્યા. હાલ નર્મદા ડેમમાં 1.92 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને કુલ 1.60 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં (narmada river)  છોડવામાં આવ્યું છે. મહત્વનુું છે કે નર્મદા ડેમ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. ત્યારે આ વર્ષે ડેમ છલોછલ થવાથી ગુજરાતમાં (Gujarat)  જળસકંટની સમસ્યા ઓછી જોવા મળશે.

નર્મદા યોજનાનું ખાતમુર્હત PM જવાહરલાલ નહેરૂના હસ્તે થયુ

ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુર્હત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે પાંચ એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું ત્યારે 17 સપ્ટેમ્બર 2017 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નર્મદા ડેમ નું લોકર્પણ કર્યું હતું.ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે 70 વર્ષે પૂર્ણ થઇ છે .વર્ષ 1946 થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ 2017 માં આ યોજના નું લોકાર્પણ થયું.

સરદાર સરોવર ડેમ છલકાયો

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. મહત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">