ગુજરાતમાં પાણીની વિકટ સ્થિતિ, ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો માત્ર 7 ટકા જ જીવંત સંગ્રહ બચ્યો

ગુજરાતમાં(Gujarat) અત્યારે 70 ટકા કે તેથી નીચે પાણી હોય તેવા ડેમની સંખ્યા 203 છે. ગુજરાતમાં  ચોમાસાના આગમનમાં વિલંબ થશે તો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે.

ગુજરાતમાં પાણીની વિકટ સ્થિતિ, ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો માત્ર 7 ટકા જ જીવંત સંગ્રહ બચ્યો
Gujarat Dam (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 6:48 PM

ગુજરાતના ડેમ (Dam) માં પીવાલાયક પાણીનો માત્ર 30 ટકા જથ્થો જ બચ્યો છે. જેમાં સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાત( Gujarat) ના ડેમોની છે. જ્યારે કચ્છમાં 8.47 ટકા, દેવભૂમિ દ્વારકાના ડેમમાં માત્ર 2.35 ટકા જ પાણી છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીના જીવંત સંગ્રહની ક્ષમતાના 19.46 ટકા પાણી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. અંદાજે 40 જેટલા ગામમાં રોજના 115 કરતા વધુ ટેન્કરના ફેરા મારીને અત્યારે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો જીવંત સંગ્રહ માત્ર 7 ટકા છે, એમાંય સાબરકાંઠામાં 3.50 ટકા, બનાસકાંઠામાં 4.77 ટકા, અરવલ્લીમાં 5.47 ટકા અને મહેસાણામાં 9.95 ટકા જીવંત પાણીનો સંગ્રહ બચ્યો છે.

એક મહિના પહેલાં ગુજરાતના ડેમમાં કુલ જળસંગ્રહ ક્ષમતાના 50 જ પાણી ઉપલબ્ધ હતું. તેમાંય રાજ્યના 50 ટકા જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી હતું. આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જ્યારે નર્મદા ડેમમાં 53 ટકા જેટલો પાણીનો જથ્થો હતો. રાજ્યમાં સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં છે.

North Gujarat Dams Situation

North Gujarat Dams Situation

ઉત્તર ગુજરાતના જળાશયોમાં ફક્ત 14 ટકા પાણીનો જથ્થો હતો. જે પૈકી માત્ર 9 ટકા પાણીનો જથ્થો જ ઉપયોગમાં લઈ શકાય તેટલો હતો. મધ્ય ગુજરાતના ડેમમાં 44.17 ટકા પાણી ઉપલબ્ધ હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 13 ડેમમાં 60 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો. કચ્છમાં 19 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 37.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જ્યારે રાજ્યમાં વહેલા વરસાદની હવામાન વિભાગ ની આગાહી રાહત જનક છે. પરંતુ વરસાદ ખેંચાય તો પાણીનો પોકાર વિકટ બની શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ગુજરાતમાં અત્યારે 70 ટકા કે તેથી નીચે પાણી હોય તેવા ડેમની સંખ્યા 203 છે. ગુજરાતમાં  ચોમાસાના આગમનમાં વિલંબ થશે તો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે.હવામાન વિભાગના કહેવા મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. દક્ષિણ-પશ્ચિમી ચોમાસું 15મી મે આસપાસ આંદામાન અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે.

g clip-path="url(#clip0_868_265)">