Narmada : અભિનેતા મિલિંદ સોમનની મુંબઇથી કેવડિયા સુધીની 450 કિ.મી.ની દોડ

15 ઓગસ્ટના રોજ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની રન ફોર યુનિટી દોડ કરવા નીકળેલા અભિનેતા મિલિંદ સોમન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને મિલિંદ સોમન ખુબ પ્રભાવિત થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 8:26 AM

Narmada : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી રાષ્ટ્રીય એકતા દિવસનાં રોજ દર વર્ષે રન ફોર યુનિટીનું આયોજન થાય છે. જેનાથી પ્રેરિત થઇને બોલિવુડ અભિનેતા મિલિંદ સોમન એકતા અને સ્વસ્થ ભારતના સંદેશ સાથે મુંબઇથી 8 દિવસમાં 450 કિલોમીટર કાપીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા બાદ મિલિંદ સોમને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે મિલિંદ સોમન દર વર્ષે આઝાદીના વર્ષો જેટલી દોડ લગાવે છે. જોકે 75મા સ્વતંત્રતા પર્વે મિલિંદ સોમને મુંબઇથી કેવડિયા સુધીની 450 કિમીની દોડ લગાવી હતી. આ પ્રસંગે કેવડિયા પહોંચેલા મિલિંદ સોમને ઓલિમ્પિકમાં ઓછા મેડલ મળવા પાછળ હેલ્થ કલ્ચરને જવાબદાર ઠેરવ્યું. જોકે વર્તમાન સમયમાં દેશમાં હેલ્થ કલ્ચર અંગે આવી રહેલી જાગૃતિની પ્રશંસા કરી.

15 ઓગસ્ટના રોજ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની રન ફોર યુનિટી દોડ કરવા નીકળેલા અભિનેતા મિલિંદ સોમન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને મિલિંદ સોમન ખુબ પ્રભાવિત થયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નર્સરી ખાતે ટ્રાઇબલ ફૂડનો પણ લ્હાવો લીધો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી વાનગી ખાટી ભીંડીનું શાક પણ ખાધું હતું.

આ ઉપરાંત મિલિંદ સોમને ટેન્ટસિટી 2 ખાતે પ્રેસ કોન્ફ્રન્સ પણ યોજી હતી. જેમાં તેમણે આજના યુવાનો વિશે અને બોલીવુડ ઓટિટિ પ્લેટફોર્મ વિશે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે અહીં પહોંચીને મને અહેસાસ થયો કે સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખરેખર કેટલું અદભૂત છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">