Narmada: ચાણોદમાં ધામધૂમથી થઇ ગંગા દશેરાની પૂર્ણાહુતિ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદામાં ડુબકી લગાવી

|

Jun 10, 2022 | 4:30 PM

હિન્દુ ધર્મમાં ગંગા દશેરાનું (Ganga Dussehra) ખુબ મહત્વ રહેલું છે. શાસ્ત્રો પ્રમાણે જે દિવસે ગંગા નદી પૃથ્વી પર અવતરણ પામી હતી, તે દિવસે જેઠ શુક્લ પક્ષ દસમી તિથિ હતી. આ કારણે દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની દસમી તિથિએ ગંગા દશેરાનું પર્વ મનાવવામાં આવે છે.

Narmada: ચાણોદમાં ધામધૂમથી થઇ ગંગા દશેરાની પૂર્ણાહુતિ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદામાં ડુબકી લગાવી
Ganga dashera celebration

Follow us on

ગુજરાતમાંથી (Gujarat) પસાર થતી નર્મદા નદીનું ધાર્મિક મહત્વ અનેરું છે. ગંગા નદી (River ganga) જેટલું જ મહત્વ ધરાવતી આ નર્મદા નદીની (Narmada river) ગંગા દશેરા નિમિતે પૂજા અર્ચના અને દીવડાઓ કરવામાં આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આ તહેવાર ચાણોદના મલ્હારરાવ ઘાટ પર ભારે ધામધૂમથી મનાવાય છે, જે દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે. ત્યારે ગુરુવારે શ્રદ્ધા પૂર્વક ગંગા દેશહેરાની પુર્ણાહુતી ચાણોદ ખાતે કરવામાં આવી. કોરોનાકાળ બાદ આ વર્ષે ભાવિક ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.

શું છે ગંગા દશેરા પર્વનું મહત્વ ?

હિન્દુ ધર્મમાં ગંગા દશેરાનું ખુબ મહત્વ રહેલું છે. શાસ્ત્રો પ્રમાણે જે દિવસે ગંગા નદી પૃથ્વી પર અવતરણ પામી હતી, તે દિવસે જેઠ શુક્લ પક્ષ દસમી તિથિ હતી. આ કારણે દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની દસમી તિથિએ ગંગા દશેરાનું પર્વ મનાવવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસોમાં નર્મદા નદીમાં સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળતી નર્મદાનું પણ ગંગા જેટલું જ મહત્વ છે. આ દિવસોમાં મા ગંગા ગુપ્ત રીતે નર્મદા નદીને મળવા આવે છે. જેથી ગંગા દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. નર્મદા જિલ્લામાં 31 મેથી 9 જૂન સુધી ગંગા દશેરાનો પર્વ મનાવવામાં આવ્યો હતો. આ દિવસોમાં નર્મદા મૈયાને 52 ગજની સાડી અર્પણ કરવામાં આવે છે.

કહેવાય છે કે ગંગા દશહરાના દિવસે ગંગા સ્નાન અને પૂજા અર્ચના કરવાથી આરોગ્ય લાભ મળે છે. આ ઉપરાંત જીવન પર આવનાર સંકટોથી બચાવ થાય છે. આ દિવસે શિવપૂજા કરવાનું પણ ખાસ વિધાન છે. ગંગા જ્યારે સ્વર્ગથી પૃથ્વી પર ઊતરી આવી તે સમયે પોતાના વહેણથી પૃથ્વી પર હાહાકાર મચી જવા પામ્યો હતો. ભગવાન શિવે પૃથ્વીની રક્ષા માટે ગંગાને પોતાની જટાઓમાં બાંધી લીધી અને ગંગાની એક ધારાને પૃથ્વી પર ઊતારી હતી. ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળીને શિવની જટાઓમાં લપેટાઈને ગંગાનું જળ ડૂબકી લગાવા માત્રથી વિષ્ણુ અને શિવના આશીર્વાદ એકસાથે મળે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નર્મદા જિલ્લાના પોઈચા ગામ નજીક નર્મદાજીમાં ત્રિવેણી સંગમ થાય છે. અમરકંટકથી ઉત્તરમાં વહેતી ઉત્તરવાહિની નદીનું મહત્વ અનન્ય છે. તેના કારણે કહેવાય છે કે, નર્મદા નદીના દર્શન માત્રથી જીવન ધન્ય થાય છે અને પૂણ્ય પ્રાપ્ત થાય છે. આ જેઠ શુક્લ મહિનાની દશમી તિથિ દરમ્યાન ભારે મોટી સંખ્યામાં ભક્તો ભક્તો આવીને ગંગા દશેરાની ઉજવણીમાં ભાગ લે છે. નર્મદા મૈયાને ચૂંદડી ચડાવે છે, તેમજ તેની ભવ્ય આરતી પણ કરવામાં આવતી હોય છે. ફળો તેમજ ચણાની પ્રસાદ આપવામાં આવે છે.

Next Article