Gujarat Election 2022: ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ પીએમ મોદી મિશન ગુજરાત પર, 3 મહિનામાં ચોથી વખત ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Gujarat Election 2022: ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ પીએમ મોદી મિશન ગુજરાત પર, 3 મહિનામાં ચોથી વખત ગુજરાતના પ્રવાસે
PM Narendra Modi Gujarat Visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 3:37 PM

ગુજરાતનો ગઢ કબજે કરવા ભાજપે (BJP) કમર કસી છે. ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે (PM Modi Gujarat Visit) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથી વખત ગુજરાતને પ્રવાસે છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઈને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનું માર્ગદર્શન આપતા રહેશે. પીએમ મોદીએ તેમના આ 4 પ્રવાસ દરમિયાન સમગ્ર ગુજરાતને આવરી લીધું છે.

11-12 માર્ચ બે દિવસનો પ્રવાસ

વડાપ્રધાન મોદી પહેલા 11 માર્ચે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગર-ભાજપ કાર્યાલય કમલમ સુધી ભવ્ય રોડ-શો કર્યો હતો, જેમાં કાર્યકરો સહિત 4 લાખની જનમેદની ઉમટી હતી. પ્રવાસના બીજા દિવસે એટલે 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. ગાંધીનગરમાં સવારે 11 કલાકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહ્યા અને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો.

18-20 એપ્રિલ ત્રણ દિવસની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેઓ 18થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રવાસે હતા. 18 એપ્રિલના રોજ તેમણે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. યાત્રાના બીજા દિવસે 19 એપ્રિલે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. તે દિવસે સાંજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. 20 એપ્રિલના રોજ ગાંધીનગરમાં સવારે 10:30 વાગ્યે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે, તેઓ દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપી અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

29 એપ્રિલના રોજ સુરતમાં પાટીદાર બિઝનેસ સમિટમાં વર્ચ્યુઅલ સંબોધન

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે પાટીદાર વોટબેંકને મજબૂત કરવા પીએમ મોદી સુરતમાં વૈશ્વિક પાટીદાર બિઝનેસ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. સુરતમાં પાટીદાર સમુદાય મહત્વની વોટ બેંક છે. આ ઉપરાંત પાટીદાર સમુદાયમાં પણ આમ આદમી પાર્ટીના પ્રભાવનો વધારો જોવા મળી રહ્યો છે. આ અગાઉ 10 એપ્રિલના રોજ પીએમ મોદીએ જૂનાગઢ નજીક આવેલા કડવા પાટિદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિર ઉમાધામ ગાંઠીલા ખાતે મહાપાટોત્સવ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહી કડવા પાટીદારોને સંબોધન કર્યું હતું. જેમાં પાટીદાર સમાજની સમજશક્તિના વખાણ કર્યાં હતાં અને આ રીતે પાટીદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

28 મેએ રાજકોટમાં કાર્યક્રમોમાં હાજરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે શનિવારે ગુજરાતની મુલાકાતે હતા. તે દરમિયાન તેઓ નવી બાંધવામાં આવેલી હોસ્પિટલની મુલાકાત કરી, સહકારી વડાઓની કોન્ફરન્સને સંબોધી અને નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. પીએમ મોદીએ રાજકોટના આટકોટ ખાતે નવનિર્મિત કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત કરી એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં સહકારી ચળવળને વધુ મજબૂત કરવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાને હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સહકારી સંસ્થાઓના વડાઓ ભાગ લીધો હતો અને સાથે જ અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પીએમએ કલોલમાં નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

10 જુન એક દિવસનો ગુજરાત પ્રવાસ

વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીએ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરીને PM મોદી અમદાવાદમાં બોપલ ખાતે નવનિર્મિત ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રના (IN-SPACe) નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.

દક્ષિણ ગુજરાત બાદ પીએમ મોદી 18 જૂને વડોદરાની મુલાકાત લેશે

વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવશે. વડાપ્રધાન વડોદરા એરપોર્ટથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી 4 કિમી સુધીનો રોડ શૉ કરશે. વડોદરા ખાતે પૂર્ણ થયેલા આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં 5 લાખ લોકોની જંગી સભાને સંબોધન કરશે. સાથે જ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી પાવાગઢની મુલાકાત લેશે.

g clip-path="url(#clip0_868_265)">