રાજ્યમાં સારા વરસાદને પગલે છલકાયા અનેક ડેમ, ગુજરાતના 66 ડેમ 90 ટકા ભરાયા, નર્મદા ડેમમાં 78.81 ટકા પાણી

|

Aug 09, 2022 | 12:33 PM

કચ્છના (Kutch) મોટાભાગના જળાશયો (Dam) 100 ટકા જેટલા ભરાયા છે. કચ્છના અબડાસામાં આવેલો બેરાચિયા ડેમ, મીતી ડેમ અને જગડીયા ડેમ 100 ટકા ભરાયો છે.

રાજ્યમાં સારા વરસાદને પગલે છલકાયા અનેક ડેમ, ગુજરાતના 66 ડેમ 90 ટકા ભરાયા, નર્મદા ડેમમાં 78.81 ટકા પાણી
રાજ્યના જળાશયો ભરાયા

Follow us on

ગુજરાતમાં (Gujarat) ચોમાસાએ (Monsoon 2022) જમાવટ કરી લીધી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 75 ટકા કરતા વધુ વરસાદ (Rain) વરસી ચુક્યો છે. જેના પગલે ગુજરાતના જળાશયોમાં (Dam) પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ગુજરાતમાં ઓવર ઓલ ડેમની વાત કરીએ તો 207 ડેમમાં એવરેજ 68.34 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તો નર્મદા ડેમમાં 78.81 ટકા પાણી ભરાયુ છે. વરસાદના પગલે ગુજરાતના 66 ડેમમાં 90 ટકા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. જેના પગલે આ ડેમોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો કેટલાક ડેમ એલર્ટ પર છે.

ગુજરાતમાં જળાશયોની સ્થિતિ

ગુજરાતમાં જળાશયોમાં જળસંગ્રહની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 15 ડેમમાં 29.68 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45.95 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.56 ટકા પાણી છે. તો કચ્છ જિલ્લાના 20 ડેમમાં 70.06 ટકા પાણી સંગ્રહ થયુ છે. તો સૌરાષ્ટ્ર જિલ્લાના 141 ડેમમાં 61.43 ટકા પાણી સંગ્રહ થયુ છે. તો નર્મદા ડેમમાં 78.81 ટકા પાણી સંગ્રહ થયુ છે. આમ ગુજરાતના કુલ 207 ડેમમાં સરેરાશ 68.34 ટકા પાણી સંગ્રહ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતના કેટલાક જળાશયો એલર્ટ પર

ગુજરાતના વરસાદ બાદ 66 ડેમ 90 ટકા પાણીથી ભરાયા છે. જેના પગલે આ જળાશયો હાઇએલર્ટ પર છે. તો 14 ડેમ 80થી 90 ટકા જેટલા ભરાયેલા છે. જેના પગલે આ 14 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો 10 ડેમમાં 70થી 80 ટકા જળસંગ્રહ છે, જેના પગલે આ 10 ડેમ સામાન્ય ચેતવણી પર છે. તો 116 ડેમમાં હજુ પણ 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં 100 ટકા ભરાયેલા જળાશયો

કચ્છના મોટાભાગના જળાશયો 100 ટકા જેટલા ભરાયા છે. કચ્છના અબડાસામાં આવેલો બેરાચિયા ડેમ, મીતી ડેમ અને જગડીયા ડેમ 100 ટકા ભરાયો છે. તો નખત્રાણાનો ગંજાસર ડેમ, મુંદ્રાનો ગજોદ ડેમ પણ 100 ટકા ભરાયેલો છે. ભરૂચના નેત્રંગમાં આવેલો પીગટ ડેમ, ઝઘડીયાનો ઢોલી ડેમ 100 ટકા ભરાયેલો છે. નવસારીના વાંસદાનો કેલિયા ડેમ અને જૂજ ડેમ તેમજ
જામનગરનો વગાડીયા ડેમ પણ પાણીથી 100 ટકા ભરાયો છે.

ગુજરાતના વિવિધ જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ પણ આખુ વર્ષ સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે તેવી આશા સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Article