સરદાર સરોવર જળાશયમાં 94.70 ટકા પાણીનો સંગ્રહ, 23 જળાશય એલર્ટ ૫ર

|

Sep 06, 2022 | 6:48 PM

ગુજરાતના(Gujarat) સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 3,16,384 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 94.70 ટકા છે.

સરદાર સરોવર જળાશયમાં 94.70 ટકા પાણીનો સંગ્રહ, 23 જળાશય એલર્ટ ૫ર
Sardar Sarovar Reservoir

Follow us on

ગુજરાતના (Gujarat)  રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની (Weather)  બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં હવામાન વિભાગના(IMD) નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય વોર્નીગ ૫ર

સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 3,16,384 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 94.70 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 4,53,594 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 81.26 ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય વોર્નીગ ૫ર છે.

રાજ્યમાં SDRFની કુલ 11 પ્લાટુન રીઝર્વ

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 83,23, 200 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન 81,55,200 હેક્ટર વાવેતર થયુ હતુ. રાજ્યમાં હાલ NDRF ની 3 ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-1, નવસારી-1, રાજકોટ-1 NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 10 એમ કુલ-12 ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ 11 પ્લાટુન રીઝર્વ છે.આ બેઠકમાં ઉર્જા,માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આવતીકાલ એટલે કે 7 સપ્ટેમબર બાદ લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે. 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધશે. અમદાવાદમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. હાલમાં 35 ડિગ્રી તાપમાન છે, જે વધીને 37 ડિગ્રીએ પહોંચશે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો-છવાયો વરસાદ પડવાની પણ આગાહી છે.

આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમા વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી પડતા ભાદરવા માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર, વાપી, પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડ શહેરમાં તો મધરાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ નવસારીમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

Published On - 6:47 pm, Tue, 6 September 22

Next Article