કેવડીયામાં સરદાર પટેલ જન્મજયંતિની તૈયારી પૂરજોશમાં, VVIPઓની મુલાકાતનો દૌર શરૂ
સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું આયોજન કરાયું છે. 31 ઓક્ટોબરના આ કાર્યક્રમને લઈ VVIPઓની મુલાકાતનો દોર શરૂ થઈ ગયો છે. પ્રથમ સી-પ્લેનના આગમન માટે આજે ઇંગ્લેન્ડ વૉટર વેસ્ટ ઇન્ડિયાના ચેરમેન ડૉ.અમિતા પ્રસાદ, કેન્દ્રીય સિવિલ એવિએશનના સેક્રેટરી પ્રદીપસિંહ ખરોલા અને પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા જેટીની મુલાકાતે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ […]

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું આયોજન કરાયું છે. 31 ઓક્ટોબરના આ કાર્યક્રમને લઈ VVIPઓની મુલાકાતનો દોર શરૂ થઈ ગયો છે. પ્રથમ સી-પ્લેનના આગમન માટે આજે ઇંગ્લેન્ડ વૉટર વેસ્ટ ઇન્ડિયાના ચેરમેન ડૉ.અમિતા પ્રસાદ, કેન્દ્રીય સિવિલ એવિએશનના સેક્રેટરી પ્રદીપસિંહ ખરોલા અને પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા જેટીની મુલાકાતે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડના કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સી-પ્લેન દ્વારા આવવાના છે. ત્યારે અધિકારીઓ જેટીના કામનું નિરીક્ષણ કરવા આવ્યા છે. તેઓ સર્કિટ હાઈસમાં સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં પીએમ મોદીના કાર્યક્રમને લઈ ચર્ચા થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

