AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada : કેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી, સ્મૃતિ ઈરાનીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું

ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડો.મહેન્દ્ર મુંજપરા રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે પોષણવર્ધક અને ઔષધીય રોપાનું કર્યું વાવેતર

Narmada : કેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી, સ્મૃતિ ઈરાનીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું
Narmada: Celebration of National Nutrition Month by Union Ministry of Women and Child Development, Smriti Irani inaugurates the conference
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 12:55 PM
Share

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની બાજુમાં મહિલા અને બાળ સશક્તિકરણ વનના ઉછેર માટે વૃક્ષારોપણ કર્યું હતું. આ મહિલા અને બાળ સશક્તિકરણ વનને સમગ્ર દેશ માટે પોષણ વાટિકાનું મોડેલ બનાવીને દેશના તમામ રાજ્યોમાં મહિલા અને બાળ પોષણને વેગ આપવા આ પ્રકારની પોષણ વાટિકાઓ ઉછેરવાની પ્રેરણા આપશે.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મહિલા અને બાળ સશક્તિકરણ વનના ઉછેર માટે કર્યું વૃક્ષારોપણ

સહી પોષણ, દેશ રોશનના સૂત્રને સાકાર કરવાની નેમ

સહી પોષણ દેશ રોશનના સૂત્રને હાર્દમાં રાખીને યોજવામાં આવેલી રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ પરિષદના પ્રારંભ પહેલા વિવિધ રાજ્યોના પરિષદમાં ભાગ લેવા આવેલા મંત્રી અને પ્રતિનિધિઓ રોપ વાવેતરમાં જોડાયા હતા.

મહિલા અને બાળ સશક્તિકરણ વન દેશભર માટે પોષણ વાટિકાનું મોડેલ બનશે

ભારત સરકારના રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મૂંજપરા,ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા અને મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ પોષણ વાટિકાના ઉછેર માટે રોપો વાવ્યો હતો.

સરદાર સાહેબની સર્વોચ્ચ પ્રતિમાના સાનિધ્યમાં આ પોષણ વાટિકા હેઠળ વન વિભાગ દ્વારા પોષણ વર્ધક અને આરોગ્ય સંવર્ધક 151 વૃક્ષો ઉછેરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વનસ્પતિ સંપદા દ્વારા પોષણ જાગૃતિ ઉદ્યાન ઉછેરનો આ પ્રયોગ દેશના રાજ્યો માટે મોડલ બની રહે એવી અપેક્ષા છે.

વિવિધ રાજ્યોના અને સંઘ પ્રદેશોના ડેલીગેટસ વૃક્ષારોપણમાં જોડાયા

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા અને મહિલા અને બાળ અધિકાર સુરક્ષા પંચના અધ્યક્ષ પ્રિયંકા કાનુંગોએ પણ રોપો વાવ્યો હતો. કેવડિયાના નાયબ વન સંરક્ષક પી. જે.પંડ્યાએ જણાવ્યું કે આ પરિષદ સ્મૃતિ વનમાં સરગવો, કેસૂડો,જમરૂખ,સીતાફળ, આંબા અને રાયણ જેવા ફળાઉ,પોષણ આપતા અને ઔષધીય ઉપયોગી વનસ્પતિઓ ઉછેરવામાં આવશે.

ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે પોષણવર્ધક અને ઔષધીય રોપાનું કર્યું વાવેતર

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સરદાર સાહેબની પ્રતિમા ખાતે ચરણ વંદના કરી દેશની એકતાના શિલ્પીને ભાવાંજલિ આપી હતી. તેમની સાથે ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા,રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા,રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે,વિવિધ રાજ્યોના મંત્રીઓ, આયોગ અધ્યક્ષો અને સચિવો પ્રતિમા પૂજનમાં જોડાયા હતા.

આ પણ વાંચો : Gujarat : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના મંડાણ, વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં વરસાદથી ખુશીનો માહોલ

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">