ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં મંત્રીઓના નામ લગભગ નક્કી , આટલા ધારાસભ્યોને શપથ લેવા આવ્યા ફોન

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ દરમ્યાન ટીવી નાઇનને મળેલી માહિતી મુજબ અનેક ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવા માટે ફોન આવી રહ્યાં છે.

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ દરમ્યાન ટીવી નાઇનને માહિતી મુજબ  અનેક ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવા માટે ફોન આવી રહ્યાં છે. જેમની યાદી આ મુજબ છે.

કીર્તિ સિંહ વાઘેલા -કાંકરેજ
નરેશ પટેલ – ગણદેવી
હષ સંઘવી- સુરત
દુષ્યંત પટેલ
મુકેશ પટેલ- ઓલપાડ
ઋષિકેશ પટેલ
બ્રિજેશ મેરજા
અરવિંદ રૈયાણી -રાજકોટ
જે. વી. કાકડીયા
નિમિષા સુથાર – મોરવા હડફ

આ દરમ્યાન  ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની શપથવિધિ પહેલાં કેટલાક વર્તમાન પ્રધાનોએ તેમની ઓફિસો ખાલી કરી દીધી છે. ભાજપ ગુજરાતમાં પ્રધાનમંડળમાં નો રીપિટ થિયરી અપનાવી છે. જેને પગલે ચાલુ પ્રધાનોના પત્તા કપાવાના છે અને તેમના સ્થાને નવા ચહેરાઓ આવવાના છે. જેને પગલે કેટલાક પ્રધાનોને તેમની ઓફિસો ખાલી કરવાની સૂચના અપાઇ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati