ગુજરાત હાઇકોર્ટે Uttrayan ઉજવણી માટે રાજયની માર્ગદર્શિકા પર મારી મ્હોર, નિયમ સાથે ઉત્તરાયણની ઉજવણી

|

Jan 08, 2021 | 4:02 PM

Uttrayan 2021 ઉજવી શકાશે પણ નિયમો સાથે. ઉત્તરાયણની ઉજવણીને લઈ હાઈકોર્ટે આદેશ કર્યો છે કે પગંત ઉડાડવા પર કોઈ પ્રતિબંધ નથી. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા યોગ્ય છે અને તેનું પાલન થાય તે જરૂરી છે

ગુજરાત હાઇકોર્ટે Uttrayan ઉજવણી માટે રાજયની માર્ગદર્શિકા પર મારી મ્હોર, નિયમ સાથે ઉત્તરાયણની ઉજવણી
ગુજરાત હાઈકોર્ટની પતંગને લઈ માર્ગદર્શિકા

Follow us on

Uttrayan 2021 ઉજવી શકાશે પણ નિયમો સાથે. ઉત્તરાયણની ઉજવણીને લઈ હાઈકોર્ટે આદેશ કર્યો છે કે પગંત ઉડાડવા પર કોઈ પ્રતિબંધ નથી. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા યોગ્ય છે અને તેનું પાલન થાય તે જરૂરી છે. રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે.

ત્યારે ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. તેમની માગણી છે કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ. આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી. ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં. પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં. ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં. ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે. 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.

મૂળ જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે ઉત્તરાયણ દરમિયાન મહામારી વકરે નહીં તે માટે 9થી 17મી જાન્યુઆરી સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવો જોઇએ. આ ઉપરાંત લોકો પતંગ-દોરી ખરીદવા બજારોમાં ઉમટી ન પડે તે માટે પતંગ-દોરીના વેચાણ પર પણ પ્રતિબંધ હોવો જોઇએ. પતંગ ઉત્પાદકોની રજૂઆત છે કે જો આવો પ્રતિબંધ લાદવામાં આવશે તો સમગ્ર વર્ષ દરમિયાન તેમણે કરેલી મહેનત વ્યર્થ જશે અને તેમના જીવનનિર્વાહ પર ખૂબ જ વિપરિત અસર થશે. મૂળ અરજદારે કરેલી માગણી પતંગ ઉત્પાદકોના બંધારણી અધિકાર પર તરાપ સમાન હોવાની રજૂઆત પણ આ અરજદારો દ્વારા કરવામાં આવી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

 

 

 

Published On - 3:59 pm, Fri, 8 January 21

Next Article