AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad બંધ પડેલા જલધારા વોટર પાર્ક ખાતે મલ્ટી એક્ટિવિટી સેન્ટરની જાહેરાત વિસરાઈ, તંત્ર ઉદાસીન

જોકે હાલ સ્થિતિ એ છે કે વોટર પાર્ક ધુળ ખાઇ રહ્યો છે. નવા આકર્ષણ માટે કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેને કારણે મોકાની જગ્યાનો ઉપયોગ થતો નથી અને તંત્રને આવક પણ થતી નથી.

Ahmedabad બંધ પડેલા જલધારા વોટર પાર્ક ખાતે મલ્ટી એક્ટિવિટી સેન્ટરની જાહેરાત વિસરાઈ, તંત્ર ઉદાસીન
Multi-activity center announcement at closed Jaldhara water park Ahmedabad forgotten (file Photo)
Darshal Raval
| Edited By: | Updated on: Aug 17, 2021 | 6:33 PM
Share

અમદાવાદ શહેરમાં કાંકરિયા લેક ફ્રન્ટ પાસે આવેલા જલધારા વોટર પાર્કની કોન્ટ્રાક્ટની મુદત પુર્ણ થતાં છેલ્લા ત્રણ વર્ષથી તે બંધ હાલતમાં છે. તેવા સમયે હવે કોર્પોરેશન તંત્રએ જાહેરાત કરી હતી કે આગામી દિવસોમા મલ્ટી એક્ટીવીટી સેન્ટર તથા એન્ટરટેઇનમેન્ટ સેન્ટર -12ડી થીયેટર બનાવામા આવશે.

જોકે હાલ સ્થિતિ એ છે કે વોટર પાર્ક ધુળ ખાઇ રહ્યો છે. નવા આકર્ષણ માટે કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેને કારણે મોકાની જગ્યાનો ઉપયોગ થતો નથી અને તંત્રને આવક પણ થતી નથી.

કોન્ટ્રાક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ. ને લઇને વિવાદ 

કાકરિયા લેક ફ્રન્ટ ખાતે વિવિધ આકર્ષણો ઉભા કરવામા આવ્યા છે. જેમા જલધારા વોટરપાર્ક બનાવામા આવ્યો હતો. કોર્પોરેશનની માલીકીની જગ્યા પર ઉભા કરવામા આવેલા આ પાર્કમા એક સમયે મોટી સંખ્યામા લોકો આવતા હતા. પરંતુ તેના સંચાલન માટે જેને કામગીરી સોપવામા આવી હતી તે કોન્ટ્રાક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ. ને લઇને વિવાદ થયો હતો. જે સમય મંર્યાદા પુર્ણ થવા છતા કોન્ટ્રાક્ટ આપતા વિપક્ષે વિરોધ કર્યો હતો. આખરે આ વોટરપાર્ક ખાલી કરાવી કોર્પોરેશન દ્વારા તાળું મારી દેવામા આવ્યું છે.

વોટરપાર્ક બંધ કર્યા બાદ કોર્પોરેશનના બજેટમા જાહેરાત કરવામા આવી હતી. કે આ વોટર પાર્કની જગ્યાએ મલ્ટી એક્ટીવીટી સેન્ટર તથા એન્ટરટેઇનમેન્ટ સેન્ટર -12ડી થીયેટર ઉભુ કરાશે. જોકે આ અંગે કોઇ કાર્યવાહી કરવામા આવી નથી.

આ જગ્યાની કિંમત આશરે 100 કરોડ જેટલી 

શહેરના કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં ૧૦,૧૯૪ ચો.મી. જમીનમાં જલધારા વોટર પાર્ક આવેલો છે. આ જગ્યાની કિંમત આશરે 100 કરોડ જેટલી થાય છે. જો આ જગ્યાનો ઉપયોગ કરવામા આવે તો તંત્રને સારી એવી કમાણી થઇ શકે છે. તો સાથે સાથે કાંકરિયા મુલાકાતી ઓને નવુ આકર્ષણ મળી શકે છે . આ અંગે તંત્રનું કહેવું છે કે આ અંગે આગામી થોડા દિવસોમા નિર્ણય કરી કામગીરી કરવામા આવશે.

ઉલ્લેખનીય છે કે, જલધારાનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ને આપવામા આવ્યો હતો. મ્યુનિ.એ જલધારા વોટર પાર્કનું સંચાલન ભાજપ સાથે સંકળાયેલા વ્યકિતને સોંપ્યું હતુ. હવે જોવાનું એ રહે છે કે વોટર પાર્કની જગ્યાએ નવુ આકર્ષણ ક્યારે ઉભુ થાય છે અને કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવે છે.

આ ઉપરાંત કાંકરિયા લેઇક ફ્રન્ટ ખાતે નવું આકર્ષણ ઉમેરવા માટે કોર્પોરેશન કેવા  પ્રકારનું આયોજન કરશે જેનાથી લોકોને હરવા ફરવા અને મનોરંજન માટે વધુ એક સ્થળ મળી શકશે તે પણ મહત્વનું છે.

આ પણ વાંચો : Viral Video : અફઘાનિસ્તાનની દિકરીએ જણાવી પોતાની આપવિતી, વીડિયો જોઇ લોકો થઇ રહ્યા છે ભાવુક

આ પણ વાંચો :  GANDHINAGAR : BSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">