મોરબી જિલ્લામાં તસ્કરોનો તરખાટ, માર્કેટિંગ યાર્ડમાંથી 4 લાખનું જીરું ચોરી જતા પોલીસ ફરિયાદ દાખલ

|

Jun 07, 2022 | 1:30 PM

મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી(Morbi Marketing Yard)  તસ્કરો વેપારીનું 4 લાખનું જીરું ચોરી જતા પોલીસ(Morbi Police) ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં તસ્કરોનો તરખાટ, માર્કેટિંગ યાર્ડમાંથી 4 લાખનું જીરું ચોરી જતા પોલીસ ફરિયાદ દાખલ
Symbolic Image

Follow us on

છેલ્લા થોડાક દિવસોથી મોરબી જિલ્લામાં(Morbi District)  તસ્કરોએ ધામા નાખ્યા છે. હળવદ, માળીયા અને મોરબીમાં અનેક ચોરીના બનાવો બન્યા છે. જિલ્લાભરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યા બાદ તસ્કર ટોળકીને અટકવાનું નામ નથી લઈ રહી. થોડા દિવસો પહેલા મોરબીના માર્કેટિંગ યાર્ડમાંથી તસ્કરો જીરાની ચોરી (Thief) કરી ગયાનો બનાવ બન્યો હતો. મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી(Morbi Marketing Yard)  તસ્કરો વેપારીનું 4 લાખનું જીરું ચોરી જતા પોલીસ(Morbi Police) ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા અને નીચી માંડલ ગામે રહેતા રમેશભાઇ ચુનિલાલ દેત્રોજાએ અજાણ્યા આરોપીઓ માર્કેટયાર્ડમાથી જીરૂના શેડમા રાખેલ જીરૂના કોથળા નંગ-39 જેનો વજન 117 મણ જીરું જેની કિંમત રૂપિયા 4 લાખ રૂપિયા છે. 30 મે ના રોજ થયેલી ચોરી અંગે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી  છે.આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, ગત 30 મે ના રોજ થયેલ ચોરીના સીસીટીવી (CCTV) હાલ સામે આવ્યા છે ત્યારે સીસીટીવી આધારે પોલીસે તસ્કરો ને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પહેલા મોરબીના સુભાષ રોડ ઉપર સુપર ટોકીઝ નજીક  એક સાથે ચાર- ચાર દુકાનોને નિશાન બનાવી તસ્કરો ધી ના ડબ્બા અને રોકડ રકમ ચોરી ગયા હતા.આ મામલે તુલશીભાઈ મકવાણાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ સુભાષ રોડ ઉપર આવેલ તેમની  દુકાનના તાળા તોડી અજાણ્યા ચોર ઈસમો દુકાનમાં રહેલ ઘીના ડબ્બાઓ તથા અન્ય કરિયાણાની વસ્તુ ચોરી ગયા હતા,ત્યારે મોરબી જિલ્લામાં તસ્કરોનો તરખાટ ક્યારે અટકશે તે જોવુ રહ્યું.

Next Article