Morbi: હિંમતનગર બાદ મોરબીની કંપનીઓ પર તવાઈ, બે જાણીતી કંપનીઓ પર આઈટી વિભાગના દરોડા

આઈટી વિભાગે હિંમતનગરની એશિયન ગ્રેનિટો ( Asian Granito company) કંપની સાથે સંકળાયેલી બે કંપનીઓમં દરોડા પાડ્યા છે. આ કંપની માત્ર ટાઈલ્સ જ નહીં પણ બાથવેર અને મારબલના ઉત્પાદનો પણ બનાવે છે. કંપની તેના પ્રિમિયમ પ્રોડક્ટસ્ માટે પણ જાણિતી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 2:29 PM

હિંમતનગરમાં દરોડા બાદ આઈટી વિભાગે (Income Tax) મોરબીની (Morbi News) બે સિરામિક કંપનીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આઈટી વિભાગે હિંમતનગરની એશિયન ગ્રેનિટો કંપની સાથે સંકળાયેલી બે કંપનીઓમા દરોડા પાડ્યા છે. આ કંપની માત્ર ટાઈલ્સ જ નહીં પણ બાથવેર અને મારબલના ઉત્પાદનો પણ બનાવે છે. કંપની તેના પ્રિમિયમ પ્રોડક્ટસ માટે પણ જાણિતી છે. દેશભરમાં 300થી વધુ શો રૂમ ધરાવે છે અને સાઉથ આફ્રિકામાં દેશનો સૌથી મોટો સિરામિક શો રૂમ ખોલવાનું શ્રેય પણ આ કંપનીને જાય છે. મોરબીની એફિલ સિરામિક અને એબીકોન સિરામિક કંપનીમાં અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન કર્યું છે.

એશિયન ગ્રેનિટો લિમિટેડ નામની સિરામીક બનાવતી કંપનીમાં ઈન્કમટેક્સના વહેલી સવારથી દરોડા પડ્યા છે. અમદાવાદ, હિંમતનગર, પ્રાંતિજ અને મોરબી સહિત 35થી 40 સ્થળોએ ફોક્ટટરી અને ઓફિસો ધરાવતી આ કંપની દેશની ટોચની ત્રણ સિરામિક કંપનીઓમાંની એક છે. કંપની 1400 કરોડનું ટર્નઓવર ધારવે છે અને દુનિયાના 100થી વધુ દેશોમાં પોતાની પોડક્ટ્સની નિકાસ કરે છે. આટલી મોટી કંપનીમાં આઈટી વિભાગે 200 અધિકારીઓ સાથે મેગા ઓપરેશન હાથ ધરતાં મોટા પાયો ગેરરીતિ બહાર આવવાની સંભાવના છે. આ કંપનીની ઘણી બધી સબસીડરી કંપનીઓ પણ છે અને રાજ્યમાં પણ આ કંપની અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા અને મોરબી જિલ્લામાં પોતાના 9 જેટલાં જંગી ઉત્પાદન યુનિટો ધરાવે છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">