Morbi Rain : કેનાલ ઓવરફ્લો થતા કારમાં બે લોકો ફસાયા, ફાયર વિભાગની ટીમે કર્યુ રેસ્ક્યૂ, જુઓ Video

Morbi Rain : કેનાલ ઓવરફ્લો થતા કારમાં બે લોકો ફસાયા, ફાયર વિભાગની ટીમે કર્યુ રેસ્ક્યૂ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 8:40 AM

મોરબી જિલ્લામાં પણ ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જેતપર રોડ પર આવેલા પાવડીયારી નજીક કેનાલ ઓવરફ્લો થઇ હતી.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેવામાં મોરબી જિલ્લામાં (Morbi Rain )પણ ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જેતપર રોડ પર આવેલા પાવડીયારી નજીક કેનાલ ઓવરફ્લો થઇ હતી. અચાનક જ કેનાલમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે એક કાર સાથે બે લોકો તણાયા હતા.

આ પણ વાંચો : Monsoon 2023 : ગુજરાતમા આગામી 24 કલાક હજુ ભારે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે બે લોકો તણાતા જીવ પડીકે બંધાયા હતા. જો કે પોતાનો જીવ બચાવવા બે લોકો કાર પર ચઢી ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા બંને લોકોનું સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">