Morbi Bridge Tragedy : દુર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ, હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી

|

Oct 31, 2022 | 8:16 AM

મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધ કલમ 304, 308, 114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.

Morbi Bridge Tragedy : દુર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ, હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી
FIR against the accused in morbi tragedy

Follow us on

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા મોટી દુર્ઘટના ઘટીછે. સતત વધતા મૃત્યુઆંકે ચિંતા વધારી છે, અત્યાર સુધીમાં 125 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મહત્વનું છે કે, ત્રણ દિવસ પહેલા આ ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ દૂર્ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. હાલ CM  ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. હાલ દૂર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધ માં કલમ 304, 308, 114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દૂર્ઘટનાને લઇને પોલીસે SIT ની રચના કરી

તમને જણાવી દઈએ કે,  પુલ દુર્ઘટનાને લઇને પોલીસે SIT ની રચના કરી છે. આ પાંચ સભ્યોમાં સંદીપ વસાવા (સેક્રેટરી આર એન્ડ બી), રાજકુમાર બેનીવાલ, IAS,  સુભાષ ત્રિવેદી, IPS ,  કે એમ પટેલ (મુખ્ય ઈજનેર),  ડૉ. ગોપાલ ટાંકનો સમાવેશ થાય છે.

Published On - 7:17 am, Mon, 31 October 22

Next Article