Morbi Tragedy: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે દર્શાવી નારાજગી, પીડિતોને વળતર મામલે સુપ્રીમ કોર્ટ ખુશ નહીં

|

Nov 21, 2022 | 2:20 PM

મોરબી દુર્ઘટનાના મૃતકોનાં પરિવારજનોએ ન્યાય માટે સુપ્રીમમાં અરજી કરી હતી. જેને લઇને સુપ્રીમમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

Morbi Tragedy: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે દર્શાવી નારાજગી, પીડિતોને વળતર મામલે સુપ્રીમ કોર્ટ ખુશ નહીં
મોરબી દુર્ઘટના મામલે સુપ્રીમમાં હાથ ધરાઇ સુનાવણી

Follow us on

મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના સમગ્ર કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે નારાજગી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે પીડિતોને આપેલા વળતર મામલે પણ નારાજગી દર્શાવી હતી અને વળતર મામલે ફરી વિચારણા કરવાની જરુર હોવાનું જણાવ્ચુ હતુ. સુપ્રીમે જણાવ્યુ હતુ કે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.

મોરબી દુર્ઘટનાના મૃતકોનાં પરિવારજનોએ ન્યાય માટે સુપ્રીમમાં અરજી કરી હતી. જેને લઇને સુપ્રીમમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ એડવોકેટ વિશાલ તિવારીની પીઆઈએલ પર સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે નારાજગી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે પીડિતોને આપેલ વળતર મામલે ફરીથી વિચારણા કરવાનું જરુરી હોવાનું જણાવ્યુ છે. સાથે જ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી હોવાનું પણ જણાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં ફરી આવી દુર્ઘટના ન થાય તે માટે ચોક્કસ ગાઇડલાઈન બનાવો તેવુ સૂચન પણ કર્યુ હતુ. ઓરેવા કંપની સંચાલકોની હજુ સુધી અટકાયત ન થતાં સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી હતી.

એડવોકેટ વિશાલ તિવારીએ 1 નવેમ્બરના રોજ મોરબી દુર્ઘટના મુદ્દે કોર્ટને તાકીદે યાદી બનાવવાની વિનંતી કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો હતો કે કોર્ટ મોરબી દુર્ઘટનાના મુદ્દે સત્વરે સુનાવણી કરશે. તેમની અરજીમાં એડવોકેટ વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે, “છેલ્લા એક દાયકાથી, આપણા દેશમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં ગેરવહીવટ, ફરજમાં બેદરકારી અને જાળવણીની બેદરકારીને કારણે મોટી જાનહાનિ થઈ છે, જેને ટાળી શકાયું હોત. નોંધનીય છે કે 30 ઓક્ટોબરે દિવાળીના તહેવાર બાદ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનો કેબલ બ્રિજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 134 લોકોનાં મોત થયાં હતાં.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મોરબી નગરપાલિકાએ સ્વીકાર્યું કે પુલના ઉપયોગ માટે કોઈ મંજૂરી નહોતી

તાજેતરમાં જ  મોરબી નગરપાલિકાએ  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર કર્યો છે કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઇ મંજૂરી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવાની જાણ હોવા છતા પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. જેના પગલે  ગુજરાત હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સામે કરી આકરી ટીપ્પણી કરીને કહ્યું હતું કે જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગ્રુપને કામ કઇ રીતે અપાયુ. તેમજ MOU કે એગ્રીમેન્ટ વિના પુલના ઉપયોગની છૂટ કઇ રીતે અપાઇ. આ ઉપરાત હાઇકોર્ટે 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોંગદનામા પર રજૂ કરવા પણ આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં  આ   કેસની વધુ સુનાવણી 24 નવેમ્બરે વધુ હાથ ધરાશે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂઓમોટો દાખલ

મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સૌથી અગત્યની વાત એ કહી શકાય કે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ તરફથી કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર પંચ, મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તો દુર્ઘટના પર પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલોને ધ્યાને લેવા હાઇકોર્ટે સૂચન કર્યા છે

Published On - 1:15 pm, Mon, 21 November 22

Next Article