Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરૈયાની ખેતીથી ભરાશે ખીસ્સા, 50 રૂપિયાના છંટકાવથી થશે રૂ 25 હજારની આવક

નળ સરોવર આસપાસના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના અંતરિયાળ ગામો કે જ્યાં પાણીની સુવિધા ઓછી છે અથવા આ વિસ્તારના ગામો કે જે માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ગામોના ખેડૂતો આજે મિલેટ પાક તરફ વળ્યા છે, અને ઓછા ખર્ચે વધુ આવક મેળવે છે.

મોરૈયાની ખેતીથી ભરાશે ખીસ્સા, 50 રૂપિયાના છંટકાવથી થશે રૂ 25 હજારની આવક
Morayya
Follow Us:
| Updated on: Feb 07, 2025 | 4:38 PM

ખેડૂતની સમસ્યા હોય છે દર વર્ષે ક્યો પાક લેવો તથા ક્યુ બિયારણ એવું હશે જે ઓછા રોકાણમાં વધારે ઊપજ આપશે.આવું જ એક ઉદાહરણ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામનું છે, અહિં ખીચા ગામના ખેડૂત મોરૈયાની ખેતીમાં ભરાયેલા ખીસ્સા સાંભળીને અચરજ જેવું લાગે, પણ સત્ય છે. માનો કે ના માનો આ ચમત્કારથી પણ વિશેષ છે.

ખીચા તો માત્ર ઉદાહરણ છે, પરંતુ નળ સરોવર આસપાસના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના અંતરિયાળ ગામો કે જ્યાં પાણીની સુવિધા ઓછી છે અથવા આ વિસ્તારના ગામો કે જે માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ગામોના ખેડૂતો આજે મિલેટ પાક તરફ વળ્યા છે, અને ઓછા ખર્ચે વધુ આવક મેળવે છે. આ ખેડૂતો મિલેટ પાકને મહત્વ આપી તેમના ખેતરમાં મોરૈયો કે બંટી વાવીને માતબર નફો મેળવતા થયા છે. માત્ર એક વિઘા જમીનમાં 500 ગ્રામ એટલે કે માત્ર 50 રૂપિયાંનો મોરૈયો નાંખી ને 90 દિવસમાં અંદાજે રૂપિયા 25 હજારની આવક મેળવે છે.

સાણંદ તાલુકાના ખીચા ગામના વતની કાશીરામભાઈ સુરાભાઈ વાઘેલા વર્ષ 2013 થી પ્રાકૃતિક ખેતી કરે છે, પરંતુ સાથે મિલેટ પાકો પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કાશીરામભાઈ કહે છે કે, નળ સરોવર વિસ્તારના સાણંદ, બાવળા અને વિરમગામના અંતરિયાળ ગામોના ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે, ત્યારે તેમના માટે મિલેટ પાક ખુબ ઉપયોગી છે. આ વિસ્તારના ખેડૂતો મિલેટ તરફ વળ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 18-03-2025
દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?

કાશીરામભાઈએ આ ખેડૂતોને તાલીમ આપી અને તેમાંથી પ્રેરણા લઈ આ ખેડૂતો મિલેટ પાક તરફ વળ્યા છે. આ વિસ્તારના ખેડૂતો ચોમાસું શરૂ થાય એટલે જમીનમાં બે ખેડ કરી 500 ગ્રામ મોરૈયો કે બંટી ની છાંટણી (વાવણી) કરી દે છે. રાસાયણિક ખાતર કે દવાની જરૂર નહી અને પાણીની પણ જરૂર નહી,વર્ષ સારું હોય કે ના હોય તો પણ ટુંકી મુદ્તમાં પાકી જાય, સરેરાશ એક વિઘા દીઠ ઉત્પાદન 15 થી 20 મણ નું રહે છે અને વહેલાં ખેતર ખાલી થાય એટલે સમયસર ઘઉ કરવાથી ઘઉનું ઉત્પાદન પણ વધે છે. આમ બેવડો નફો માત્ર મિલેટ પાકને મહત્વ આપવાથી મળે છે.

આત્મા પ્રોજેક્ટ્ના ડાયરેક્ટર કે કે પટેલ કહે છે કે, ઓછા પાણી અથવા માત્ર વરસાદ અધારિત ખેતી કરતા ખેડૂતો મિલેટ પાક તરફ વળ્યા છે તે ખુબ આવકારદાયક છે. આ ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે.

કાશીરામભાઈ વધુમાં કહે છે કે, ‘અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની પ્રથમ શરુઆત મેં કરી, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016 માં પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ હાથ ધરાઈ, ત્યારે 2016 માં પ્રાકૃતિક ખેતીનો તાલુકા કક્ષાએ આત્મા પ્રોજેકટ અંતર્ગત મને એવોર્ડ મળ્યો, અને ત્યારપછી હું ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયો, જેમાં ટાટા નેનો મોટર્સ વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સાણંદ, વિરમગામ, અને બાવળા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું શરું કર્યું.

તેમણે વધુમાં જણાવ્યુ કે , આ ત્રણ તાલુકામાં 50 ગામોમાં તાલીમ આપવાનું શરું કર્યું.. દરેક ગામમાં સરેરાશ 10 થી 15 ખેડુતો મારી તાલીમ દ્રારા પ્રાકૃતિક ખેતી કરતા થયા છે..સાણંદ , બાવળા, અને વિરમગામ તાલુકાના નળસરોવર ની આજુબાજુના ગામોમાં જ્યાં સિંચાઇની સુવિધા નથી એટલે કે વરસાદ આધારિત ખેતી કરે છે તે ખેડુતો મિલેટસ્ એટલે કે મોરૈયો અને બંટી ની ખેતી કરે છે.

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
g clip-path="url(#clip0_868_265)">