Monsoon 2023 Breaking : ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, ગુજરાતમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે અમદાવાદમાં થશે ભારે વરસાદ

15,16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી અને 18,19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આ સાત દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

Monsoon 2023 Breaking : ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, ગુજરાતમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે અમદાવાદમાં થશે ભારે વરસાદ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 15, 2023 | 3:06 PM

Monsoon 2023 : ગુજરાતમાં વરસાદનો (Rain) વધુ એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે. આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે (Meteorological department) આપી છે. 15,16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી અને 18,19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આ સાત દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો- Gujarati Video: જામનગરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો, જી.જી હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં વધારો

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 18 જુલાઈથી મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરુ થશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ,નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જામનગર, ગીર સોમનાથ, ભાવનગર,રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ગુજરાત પર 2 વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગે માહિતી આપી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમને કારણે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે છુટોછવાયો વરસાદ રહી શકે છે.

અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

બીજી તરફ ગુજરાતમાં ચોમાસાનો છુટો છવાયો વરસાદ વરસવાનો શરુ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં ફરી એક વાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. શહેરના શરાફ બજાર, કેબિન ચોક, ગાંધી બાગમાં વરસાદ ખાબક્યો છે. તેમજ વાસી તળાવ, કુબેરબાગ સહિતના વિસ્તારમાં મેઘ મહેર થઇ છે.

તો સુરત જિલ્લાના માંડવીમાં મેઘ મહેર થઈ છે. માંડવી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને અનેક ખાડીઓ પ્રભાવિત થઈ છે. મુજલાવથી બારડોલી જતી વાવ્યા ખાડી પર પાણી ફરી વળ્યા છે. ખાડી પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. રસ્તો બંધ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્યાર સુધીમાં સીઝનનો 50 ટકા વરસાદ વરસી ગયો

ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 50 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ 112 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં 68.45 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 50.74 ટકા વરસાદ વરસ્યો છે. તો  દક્ષિણ ગુજરાતમાં 41.44 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">