Gujarati Video: જામનગરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો, જી.જી હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં વધારો

Gujarati Video: જામનગરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો, જી.જી હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં વધારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 2:15 PM

જામનગરની જી.જી હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં વધારો થયો છે. શરદી-ઉધરસ અને તાવના કેસમાં ઉછાળો જોવા મળ્યો. જી.જી હોસ્પિટલમાં એક મહિનામાં જ 15 હજારથી વધુ ઓપીડીના કેસ નોંધાયા છે.

Jamnagar : જામનગરમાં ધોધમાર વરસાદ (Rain) પડ્યો હતો. ત્યારે હવે વરસાદે વિરામ લીધો છે તો રોગચાળો વકરી રહ્યો છે. જી.જી હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં વધારો થયો છે. શરદી-ઉધરસ અને તાવના કેસમાં ઉછાળો જોવા મળ્યો. જી.જી હોસ્પિટલમાં એક મહિનામાં જ 15 હજારથી વધુ ઓપીડીના કેસ નોંધાયા છે. તો હાલ 15 દિવસમાં 9 હજારથી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો Jamnagar : સાધના કોલોની વિસ્તારમાં પરણિતાએ એસીડ પી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ

બીજી તરફ વરસાદી પાણી ભરાઈ જતા મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ વર્તાઈ છે. વરસાદના વિરામ બાદ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં વધારો થયો છે તો મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યાતા છે. જેને લઈને આરોગ્ય શાખા એકશનમાં આવ્યું છે. રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી તેમજ ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી છે. જેના કરણે મચ્છરજન્ય રોગચાળો ફેલાતા અટકાવી શકાય.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">