સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજની વાર્ષિક સાધારણ સભામાં મંત્રી પૂર્ણેશ મોદીએ સ્ટાર્ટઅપ વિશે આપ્યું આ નિવેદન

Ahmedabad: સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલન સન્માન સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા.

સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજની વાર્ષિક સાધારણ સભામાં મંત્રી પૂર્ણેશ મોદીએ સ્ટાર્ટઅપ વિશે આપ્યું આ નિવેદન
Minister Purnesh Modi

Gujarat: આજે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ (Modi Samaj) ટ્રસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો. વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સોલા ખાતે સિલ્વર ઓક યુનિવર્સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા.

તો આ ખાસ આયોજનમાં પૂર્ણેશ મોદી અને સમાજના આગેવાન કાર્યોકરોએ મન કી બાત કાર્યક્રમ સાથે નિહાળ્યો હતો. મન કી બાત કાર્યક્રમમાં વિવિધ મુદાની પ્રધાનમંત્રીએ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં એક મુદ્દો યુનિકોર્ન સ્ટાર્ટઅપનો રહ્યો હતો. જેમાં નાના ઉદ્યોગ માંથી મોટા ઉદ્યોગમાં પરિણમી યુનિકોર્ન સ્ટાર્ટઅપ બનતા ઉદ્યોગ અંગે કરી ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલમાં ભારતમાં 17 યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. તો યુનિકોર્ન ઉદ્યોગ એ સ્ટાર્ટઅપ પ્રોજેકટ છે. તો આ એક પ્રકારે આત્મનિર્ભર ભારત નો પ્રયાસ છે. આ પ્રસંગે પૂર્ણેશ મોદીએ નિવેદન આપ્યું કે હાલમાં પહેલા કરતા ઉદ્યોગ વધ્યા છે. તો આ આયોજનમાં કાર્યક્રમમાં હાજર મંત્રી પૂર્ણેશ મોદીનું સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં સમાજના તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના લોકો એકઠા થાય અને કાર્યનું આદાન પ્રદાન થાય તે માટેનો પ્રયાસ આ આયોજનમાં કારવામાં આવ્યું હતું. ઘટકો, સંસ્થા અને ટ્રસ્ટને એકઠા કરી વિકાસ કરવાના હેતુસરના મુદ્દે આ કાર્યક્રમમાં ચર્ચા કારબામાં આવી.

મંત્રી પૂર્ણેશ મોદીની હાજરીમાં સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજના લોકોનો આર્થિક. શિક્ષણ ક્ષેત્રે સહિત સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્યક્રમમાં ચર્ચાઓનું આદાન પ્રદાન કરાયુ.

આ પણ વાંચો: Sa Re Ga Ma Pa: સ્પર્ધક રાજશ્રીના સુરીલા અવાજથી અભિષેક બચ્ચન થયા પ્રભાવિત, તેમની માતાનું ગીત ગાવાની કરી વિનંતી, જુઓ Photos

આ પણ વાંચો: IPL 2022: RCB ની સામે મોટી મુશ્કેલી! કયા ખેલાડીને રાખવો અને કોને છોડવો, કેપ્ટનશિપને લઇને પણ અનિશ્વિતતા!

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati