આનંદો, ઉતરાયણે સારો પવન રહેવાની હવામાન વિભાગની આગાહી

ઉતરાયણના ( utrayan ) દિવસે પવનની ગતી ( wind Speed ) પતંગ ( kite ) ચગાવવા લાયક રહેશે તેવી આગાહી હવામાન વિભાગે ( Meteorological Department ) કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ઉતરાયણ અને વાસી ઉતરાયણ એટલે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ પ્રતિ કલાકે 10થી 15 કિલોમીટરની ઝડપે પવન વહેતો રહેશે.

  • Bipin Prajapati
  • Published On - 15:57 PM, 12 Jan 2021
Meteorological Department forecasts good winds at utrayan

ઉતરાયણના ( utrayan ) દિવસે પવનની ગતી ( wind Speed ) પતંગ ( kite ) ચગાવવા લાયક રહેશે તેવી આગાહી હવામાન વિભાગે ( Meteorological Department ) કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ઉતરાયણ અને વાસી ઉતરાયણ એટલે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ પ્રતિ કલાકે 10થી 15 કિલોમીટરની ઝડપે પવન વહેતો રહેશે.  સમગ્ર ગુજરાતમાં પવનની દિશા ઉતર પૂર્વ તરફથી પવન વહેતો રહેશે. અમદાવાદના પતંગ રશીયાઓ માટે માઠા સમાચાર એ છે કે, અમદાવાદમાં પવનની ગતી અન્ય શહેરની સરખામણીએ ઓછી રહેશે. અમદાવાદમાં પ્રતિ કલાકે આઠથી દસ કિલોમીટરની ઝડપે પવન ફુકાતો રહેશે. જો કે ગુજરાતના દરિયાકાંઠો ધરાવતા વિસ્તારમાં પવનની ગતિ વધુ ઝડપી રહેશે.