AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણે કહ્યું કે મહિલાઓ શહેરનો સારો વહિવટ ન કરી શકે, મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખે એક વર્ષમાં લોકોનો ખ્યાલ બદલી નાખ્યો

ભૂતકાળમાં મહેસાણા શહેરમાં વધુમાં વધુ 15 કરોડથી વધુ રકમની કામગીરી નથી થઈ જ્યારે યોજનાઓ પાછળ 22 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે, જેનો સીધો લાભ મહેસાણા શહેર ના લોકોને મળવાનો છે

કોણે કહ્યું કે મહિલાઓ શહેરનો સારો વહિવટ ન કરી શકે, મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખે એક વર્ષમાં લોકોનો ખ્યાલ બદલી નાખ્યો
Varshaben Patel (file photo)
Manish Mistri
| Edited By: | Updated on: Feb 20, 2022 | 6:10 PM
Share

લોકોમાં આમ તો એવો ખ્યાલ પ્રવર્તે છે કે મહિલાઓ સારો વહીવટ ન કરી શકે, પણ મહેસાણા નગરપાલિકા (Mehsana municipality) ના મહિલા પ્રમુખ (president) વર્ષાબેન પટેલે એક વર્ષમાં કરેલી કામગીરીએ લોકોમાં આ ખ્યાલ (perception) બદલી નાખ્યો છે.વર્ષાબેન પટેલે મહેસાણા શહેર ને એક જ વર્ષમાં 22 કરોડ ના વિકાસ કામની ભેટ આપી છે. ભૂતકાળમાં મહેસાણા શહેરના ઇતિહાસમાં 1 વર્ષમાં વધુમાં વધુ 15 કરોડના કામ જ થયા છે. ત્યારે નગરપાલિકાના મહિલા પ્રમુખે મહેસાણા શહેરના વર્ષો જૂના પ્રશ્ન માત્ર એક જ વર્ષમાં ઉકેલી નાખી એક નવો રાહ ચીંધ્યો છે.

વર્ષાબેન પટેલએ મહેસાણા નગરપાલિકામાં ચાર્જ સંભાળ્યો તેને એક વર્ષનો સમયગાળો હમણાં જ પૂર્ણ થયો છે. ત્યારે આ મહિલા પ્રમુખની કામગીરીના લેખા ઝાંખાએ સમગ્ર શહેર માટે ગૌરવ રૂપ પુરવાર થયા છે. વર્ષાબેન પટેલે તેમના એક વર્ષના શાસન કાળમાં મહેસાણા શહેરને 22 કરોડના વિકાસ કામની ભેટ આપી છે.

ભૂતકાળમાં મહેસાણા શહેરમાં વધુમાં વધુ 15 કરોડથી વધુ રકમની કામગીરી નથી થઈ. ત્યારે વર્ષાબેન પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી માત્ર એક જ વર્ષમાં મહેસાણા શહેરના વર્ષો જૂના પ્રશ્ન ઉકેલી નાખ્યા છે. તેમણે મહેસાણા શહેરમાં વરસાદી પાણી ન ભરાવાનો પ્રશ્ન ઉકેલાય તે માટે રૂપિયા 7 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલની યોજના અમલમાં મૂકી છે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ મહેસાણા શહેરના એક પણ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો નહીં થાય. આ સિવાય વર્ષાબેન પટેલ દ્વારા મહેસાણા શહેરની સોસાયટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ યોજનાનો લાભ મળે તે માટે અટલ વીજળી યોજના અમલમાં મૂકી છે. આ યોજના થકી મહેસાણા શહેરની તમામ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના વીજ બિલ ભરપાઈ કરવામાંથી મહેસાણા શહેર ની પ્રજાને મુક્તિ મળી ગઈ છે.

આ સાથે સાથે મહેસાણા શહેરમાં લોકો સસ્તા દરે મુસાફરી કરી શકે તે માટે સીટી બસ સેવનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા મહિલાઓ માટે વિના મૂલ્યે રાખવામાં આવી છે. તો પીવાના પાણીની સમસ્યા ઉકેલાય તે માટે પણ પાણી પુરવઠા ની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.આ યોજનાઓ પાછળ 22 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે.જેનો સીધો લાભ મહેસાણા શહેર ના લોકોને મળવાનો છે.ભૂતકાળમાં એક પણ પ્રમુખ આટલી ઝડપે વિકાસ કામ નથી કરી શક્યા.જે એક મહિલા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે

પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો મત વિસ્તાર હોવાને કારણે મહેસાણા શહેર ને અનેક વિકાસ કામની ભેટ મળી છે. આ વિકાસ કામો વચ્ચે નગરપાલીકાના મહિલા પ્રમુખના ઉત્સાહને કારણે સોનામાં સુગંધ ભળી છે. ત્યારે આગામી વર્ષોમાં હજુ પણ મહેસાણા શહેરને વધુ વિકાસ કામની ભેટ મળશે તેમાં કોઈ બે મત નથી.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ સામે વધુ એક આક્ષેપ, ક્રાઇમ બ્રાન્ચના PSI જેબલિયાનું નિવેદન લેવાયું

આ પણ વાંચોઃ Ahmedabad : ઓફલાઇન શાળા શરૂ થતા પૂર્વે દુકાનોમાં યુનિફોર્મની ખરીદી માટે વાલીઓની ભીડ

g clip-path="url(#clip0_868_265)">