રાજકોટ પોલીસ સામે વધુ એક આક્ષેપ, ક્રાઇમ બ્રાન્ચના PSI જેબલિયાનું નિવેદન લેવાયું

હત્યામાં સામેલ અલ્તાફ ઉર્ફે છ આંગળીની પોલીસે મદદ કરી આ કેસમાં 95 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરાયો હતો, આ કેસમાં ડીસીપી ઝોન 1 દ્વારા તપાસ હાથ ધરાઇ છે

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Feb 20, 2022 | 4:10 PM

રાજકોટ પોલીસ પર તોડ કરવાનો વધુ એક આક્ષેપ લાગ્યો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચના PSI જેબલિયાનું નિવેદન લેવામાં આવ્યું છે. હત્યામાં સામેલ અલ્તાફ ઉર્ફે છ આંગળીની પોલીસે મદદ કરી આ કેસમાં 95 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરાયો હતો. આ કેસમાં ડીસીપી ઝોન 1 દ્વારા તપાસ હાથ ધરાઇ છે. હત્યાના એક મહિના બાદ ખરીદાયેલી કારને હત્યા કેસમાં જપ્ત કરીને સેટિંગ કર્યાનો આક્ષેપ કરાયો હતો.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાડવામાં આવ્યો છે. હત્યા કેસમાં 95 લાખના રૂપિયાનો તોડ કર્યાનો ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીનું માનીએ તો હત્યામાં સામેલ અલ્તાફ નામના શખ્સને મદદ કરવાનો પણ આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલે ઝોન-1 ડીસીપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જેબલિયાની પૂછપરછ કરીને તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યા કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ દ્વારા કથિત રીતે 95 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જેની તપાસ ડીસીપી ઝોન-1ને સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટરબોમ્બ બાદ ઘણા ફરિયાદીઓ સામે આવ્યા છે જેમણે મીડિયા સમક્ષ રાજકોટ પોલીસ પર તોડકાંડના ગંભીર આરોપ લગાવ્યા છે.

અલ્તાફ કાળા કલરની વર્ના કારમાં હત્યા કરવા પહોંચ્યો હતો તેવું પોલીસ તપાસમાં ખુલ્યું હતું, પોલીસે અલ્તાફની ધરપકડ કરી ત્યારે કાળા કલરની વર્ના કાર જપ્ત કરી હતી પોલીસે જે કાર જપ્ત કરી હતી તે હત્યાની ઘટનાના એક મહિના બાદ ખરીદ કરવામાં આવી હતી, પોલીસે તે કાર જપ્ત કરીને આરોપીને મદદગારી કર્યાનું ચિત્ર ઉપસ્યું હતું, પોલીસના આ 95 લાખના તોડની ઘટના પ્રકાશમાં આવતા રાજ્યના પોલીસવડાએ આ મામલે તપાસના આદેશ કર્યા હતા અને ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણાને તપાસ સોંપવામાં આવી હતી, ડીસીપી મીણાએ શનિવારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જેબલિયાનું નિવેદન નોંધ્યું હતું.

આ પણ વાંચોઃ Porbandar: ભારતીય જળસીમામા ઘૂસીને, પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ 5 ભારતીય બોટ, 30 માછીમારોનુ કર્યુ અપહરણ

આ પણ વાંચોઃ શૌચાલય યોજનામાં કરોડોના કૌભાંડના આમ આદમી પાર્ટી (AAP)ના આક્ષેપો, કૌભાંડની તપાસની માગ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati