AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા TTE અને મુસાફર પરિવાર વચ્ચે ઘર્ષણ, બંને પક્ષે નોંધાવી ફરિયાદ

મહેસાણા રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલા TTE અને વડોદરાના મુસાફર પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું. મુસાફરોએ TTE પર પૈસા માંગવાનો અને બાળકોને ધક્કો મારવાનો આક્ષેપ કર્યો.

મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા TTE અને મુસાફર પરિવાર વચ્ચે ઘર્ષણ, બંને પક્ષે નોંધાવી ફરિયાદ
| Updated on: Jun 28, 2026 | 5:34 PM
Share

મહેસાણા રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલા TTE અને વડોદરાના એક મુસાફર પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણની ઘટના સામે આવી છે. ટિકિટ ચેકિંગ દરમિયાન શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બનતા સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોમાં પણ ભારે ચર્ચા જાગી હતી.

મુસાફર પરિવારનો આક્ષેપ છે કે તેમની પાસે માન્ય ટિકિટ હોવા છતાં મહિલા TTE દ્વારા પૈસાની માંગ કરવામાં આવી હતી. પરિવારનું કહેવું છે કે જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો ત્યારે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

પરિવારે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે વિવાદ દરમિયાન મહિલા TTEએ પરિવારના બાળકોને ધક્કો માર્યો હતો. બીજી તરફ મહિલા TTEએ પણ પોતાની સાથે ગેરવર્તન અને ફરજમાં અડચણ ઉભી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર મામલે બંને પક્ષોએ મહેસાણા રેલવે પોલીસ સમક્ષ સામસામે અરજી આપી છે. પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને અરજીના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

ઘટનાનો વીડિયો અથવા અન્ય પુરાવા ઉપલબ્ધ હોય તો તેની પણ તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ હકીકતના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે બીજી તરફ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પોલીસની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. કેટલાક યાત્રીઓએ પોલીસ પર મારપીટ અને ગેરવર્તણૂક કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાને લઈને સ્ટેશન પર થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, પોલીસ અને યાત્રીઓ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. યાત્રીઓનો આરોપ છે કે પોલીસે તેમની સાથે મારપીટ કરી અને અપમાનજનક વર્તન કર્યું. જોકે, આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

PM મોદી સેશેલ્સની મુલાકાતે, વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી ‘જોનાથન’ સાથે કરી મુલાકાત, જુઓ Photos

Follow Us
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
g clip-path="url(#clip0_868_265)">