AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચનું મબલખ ઉત્પાદન,1.40 લાખનો માતબર નફો, જાણો મહેસાણાના ખેડૂતની સકસેસ સ્ટોરી

ડાહ્યાભાઈ દેવાભાઈએ જણાવ્યું હતું કે  તરબુચના પાકમાં ટપક પધ્ધતિ, મલ્ચિંગ અને પ્રાકૃતિક ખેતી દ્રારા ઉત્પાદન વધુ તથા સારી ગુણવતાવાળો પાક મેળવું છું પ્રાકૃતિક ખેતીની મદદથી ફળના ભાવ ગુણવતા સુધારતા ભાવ સારા મળ્યા અને નફો વધ્યો. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતી ખર્ચ ઘટે છે

Mehsana: પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચનું મબલખ ઉત્પાદન,1.40 લાખનો માતબર નફો, જાણો મહેસાણાના ખેડૂતની સકસેસ સ્ટોરી
Manish Mistri
| Edited By: | Updated on: Mar 31, 2023 | 9:36 PM
Share

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોઠડા ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી આધારિત ગાય પાલનથી એક નવો જિલ્લો ચીતરી રહ્યા છે. ગોઠડા ગામના ખેડૂતો પટેલ ડાયાભાઈ છેલ્લા ત્રણ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને મતલબ કમાણી કરી રહ્યા છે. ગાયના ગૌમૂત્ર અને પ્રાકૃતિક ખેતી એમનો જીવન મંત્ર બને છે એટલું જ નહીં પણ આ આધારે તેઓ અન્યના માર્ગદર્શક બનીને સૌના પ્રેરક પણ બન્યા છે.

ડાયાભાઈના શબ્દોમાં જ એમની સફળતાની વાત જાણીએ તો કુલ 6 વીઘા જમીનમાંથી પ્રાકૃતિક કૃષિ અંતર્ગત 1.5 વીઘા જમીનમાં તરબૂચનો પાક લીધો છે. કેમિકલના ઉપયોગથી ખેતી આવક રૂપિયા 1.80 લાખ હતી જેમાં ખર્ચ રૂ.75,000 અને નફો:- 1,05 લાખ હતો. જ્યારે પ્રાકૃતિક ખેતીના ઉપયોગ થી ખેતી આવક રૂ.1.65 લાખ અને ખર્ચ રૂ.25,000 જ્યારે નફો રૂ.1.40 લાખ મેળવ્યો છે.

આ પણ વાંચો: Gujarati video: સામાન્ય ઘરના વ્યક્તિને GEBએ ફટકાર્યું લાખો રૂપિયાનું બિલ, પરિવાર સર્યો ચિંતામાં

ડાહ્યાભાઈ દેવાભાઈએ જણાવ્યું હતું કે  તરબુચના પાકમાં ટપક પધ્ધતિ, મલ્ચિંગ અને પ્રાકૃતિક ખેતી દ્રારા ઉત્પાદન વધુ તથા સારી ગુણવતાવાળો પાક મેળવું છું

રાસાયણિક ખાતરની સામે પ્રાકૃતિક ખેતીમાં વધુ ફાયદો

ડાહ્યાભાઇના જણાવ્યા પ્રમાણે પહેલા ખેતીમાં આડેધડ રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરતો હતો અને ચીલાચાલુ પધ્ધતિથી ખેતી કરતા આવક ઓછી અને ખર્ચ વધુ થતો હતો. આત્મા યોજનાના સ્ટાફ પાસેથી જાણકારી મેળવી FIG ગ્રુપ બનાવી આત્મા સાથે જોડાયા અને આત્મા યોજના દ્રારા તાલીમ, પ્રેરણા પ્રવાસ, નિદર્શન, ફાર્મ સ્કુલ જેવી પ્રવૃતિઓમાં ભાગ લીધો અને વિશેષ જાણકારી મેળવી.

આત્મા યોજના દ્રારા આયોજિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ભાગ લીધો અને તેમાં મિશ્ર પાક, કુદરતી મલ્ચિંગ, જીવામૃત, બીજામૃત, દશપર્ણ અર્કે વગેરેની જાણકારી મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતી કરવાની ઈચ્છા થઇ. રાસાયણિક ખેતી પધ્ધતિમાં ખેતી ખર્ચ વધુ આવતો અને જમીનની ફળદ્રુપતા પણ બગડી હતી.

 રાસાયણિક પાક બગડતા પ્રાકૃતિક ખેતી શરૂ કરી

પ્રાકૃતિક ખેતીમાં  ઘઉં, મકાઈ, તરબુચ અને શાકભાજી જેવા પાકોનું વાવેતર કર્યું. ઝેરી દવાઓની આડઅસરથી બચવા તેમજ જમીન, પાણી, હવાને પ્રદુષણ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો અભિગમ અપનાવ્યો. ધીરે ધીરે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરીને છાણીયું ખાતર, વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ શરૂ કર્યો. જીવામૃત જાતે બનાવીને જમીનમાં આપવાનું શરૂ કર્યું. અમૃતમ બેક્ટેરિયા, જીવામૃત, ખાટી છાશ, લીમડાનું તેલ, ગૌમુત્રનો ઉપયોગ ચાલુ કર્યો. જીવાત સામે રક્ષણ મેળવવા નીમાસ્ત્ર, દસ પર્ણ અર્ક, બ્રહ્માસ્ત્ર, વગેરે વાપરવાની શરૂઆત કરી.

પ્રાકૃતિક ખેતીની મદદથી ફળના ભાવ ગુણવતા સુધારતા ભાવ સારા મળ્યા અને નફો વધ્યો. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતી ખર્ચ ઘટે છે અને તૈયાર થયેલા પાકની ગુણવતામાં  પણ સુધારો થાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
g clip-path="url(#clip0_868_265)">