AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : રાજસ્થાનની યુવતીઓને ફોસલાવીને ગુજરાતમાં વેચવાનું રેકેટ ઝડપાયું, પોલીસે ત્રણની ધરપકડ કરી

રાજસ્થાનમાંથી આદિવાસી યુવતી લાવી ગુજરાતમાં(Gujarat) માનવ તસ્કરી કરવાનું રેકેટ રાજસ્થાનના પિંડવાડા પોલીસે ઝડપી પાડ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના પિંડવાડા પોલીસે આદિવાસી વિસ્તારની બે સગીરાને નોકરી આપવાના બહાને ફોસલાવી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી હતી.

Mehsana : રાજસ્થાનની યુવતીઓને ફોસલાવીને ગુજરાતમાં વેચવાનું રેકેટ ઝડપાયું, પોલીસે ત્રણની ધરપકડ કરી
Mehsana Human Trafficing Arrest
Manish Mistri
| Edited By: | Updated on: Jul 20, 2022 | 10:36 PM
Share

ગુજરાતમાં (Gujarat)  રાજસ્થાનની(Rajasthan)  આદિવાસી વિસ્તારની યુવતીઓને (Human Trafficking)  ફોસલાવીને ગુજરાતમા વેચવાના રેકેટને રાજસ્થાન પોલીસે ઝડપી પાડયું છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી 3 આરોપીઓ ની પણ રાજસ્થાન પોલીસે ધરપકડ કરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં દલાલો મારફતે રાજસ્થાનની આદિવાસી યુવતીઓ ગુજરાતમાં વેચવામાં આવતી હતી. જેનો મોટો પર્દાફાશ થયો છે. આ ઘટનાની વિગત મુજબ રાજ્યમાં એવા ઘણા યુવકો હશે જેમના લગ્ન થતા નહી હોય. ત્યારે આવા યુવકોને ભોળવી પૈસા પડાવીને રાજસ્થાન માંથી આદિવાસી યુવતી લાવી માનવ તસ્કરી કરવાનું રેકેટ રાજસ્થાનના પિંડવાડા પોલીસે ઝડપી પાડ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના પિંડવાડા પોલીસે આદિવાસી વિસ્તારની બે સગીરાને નોકરી આપવાના બહાને ફોસલાવી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી હતી.

જે આરોપીઓની પૂછપરછમા મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં આદિવાસી વિસ્તારની યુવતીઓ દલાલો મારફતે ગુજરાતમાં વેચતા હોવાનુ રેકેટ ખુલ્યું હતું. જેમાં રાજસ્થાનમાં રહેતા ગુજરાતના ગાંધીનગરના માણસા તાલુકાના બિલોદરા ગામના માસ્ટર માઈન્ડ વિનુંજી ઉર્ફે વનરાજ દલપૂજી ઠાકોર દ્વારા મહેસાણાના ખેરાલુના મલેકપુર ગામની રમીલાબેન ઉર્ફે રમી દશરથસિંહ ઠાકોર અને અન્ય દલાલો મળીને રાજસ્થાનના પિંડવાડા અને તેની આસપાસના આદિવાસી ગરીબ યુવતીઓને ફોસલાવી ને ગુજરાતમાં વેચી દેવામાં આવતી હતી. પોલીસે પકડેલા આરોપી પૈકી વીનુજી ઠાકોર ભોગ બનનાર સગીરાને પોતાની સાથે રાખીને વારંવાર દુષ્કર્મ પણ આચરતો હતો.

આ રેકેટ મા રાજસ્થાનના પિંડવાડા પોલીસે મહેસાણાના ખેરાલુ તાલુકાના મલેકપુરની રમીલા ઉર્ફે રમી દશરથસિંહ ઠાકોર, ગાંધીનગર ના માણસા તાલુકાના બિલોદરા ના વિનુજી ઉર્ફે વનરાજ દલપુજી ઠાકોર અને પાટણ ના સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા નો દલપત ઉર્ફે ગણપતિયા ધુલાભાઈ રાવળની ધરપકડ કરી ને જેલ હવાલે કરી દીધા છે. અને આ ગેંગ ના વધુ એક આરોપી ને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ રેકેટમા આદિવાસી મહિલાઓ કયા કયા વેચવામાં આવી છે તેની તપાસ પણ રાજસ્થાન પોલીસે હાથ ધરી છે.મહેસાણાના ખેરાલુના મલેકપુર, પાટણના સિદ્ધપુર અને માણસાના બિલોદ્રાથી 3 આરોપીઓ પકડાયા છે.

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">