Mehsana : ડી.ઇએલ.ઇડીની (પી.ટી.સી) પરીક્ષાને પગલે વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી
મહેસાણા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ 20 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ કરેલ છે.જેમાં પરીક્ષા સ્થળની આજુબાજુના 200 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ દાખલ થવું નહિ
મહેસાણા(Mehsana) જિલ્લામાં 20 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન ડી.ઇએલ.ઇડીની(DELED) પ્રથમ વર્ષ અને બીજા વર્ષની પરીક્ષા (Examination) યોજાનાર છે.આ પરીક્ષાઓ શાંતિપુર્ણ યોજાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ 20 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ કરેલ છે.જેમાં પરીક્ષા સ્થળની આજુબાજુના 200 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ દાખલ થવું નહિ,તેમજ પરીક્ષા કેન્દ્રના સ્થળે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપી રાઇટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીંગ મશીન દ્વારા કોપી ન થાય તે માટે પ્રતિબંધ ફરમાવેલ છે.
જેમાં વિધાર્થી,વિધાર્થીનીઓ,શિક્ષકો સંચાલકો વહીવટી કર્મચારીઓ જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ ઉપરાંત પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિન અધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખવ થવું નહિ
આ ઉપરાંત પરીક્ષા ખંડમાં શાંતિપુર્ણ રીતે પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓને અન્ય કોઇ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને કે કરાવીને કે મદદગારી કરીને ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહિ સહિતના વિવિધ આદેશ કરેલ છેઆ આદેશ પરીક્ષાની કામગીરી માટે સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ અન કામગીરીમાં રોકાયેલા સરકારી અધિકારીઓ,કર્મચારીઓ તેમજ જિલ્લા મેજીસ્ટ્ર્ટે મહેસાણા તેમજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા દ્વારા હુકમ કરવામાં આવેલ હોય તેઓને લાગું પડશે નહિ તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની અખબારી યાદીમાં જણાવાયું છે
આ પણ વાંચો : ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી
આ પણ વાંચો : Kutch: વડાપ્રધાન મોદીએ મુન્દ્રા તાલુકાના વાંકી ગામના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષણકારો સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો