AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા : જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો શુભારંભ

અમદાવાદ ઝોનમાં ઉત્તર અને મધ્ય ઝોનના અમદાવાદ, ગાંધીનગર , ખેડા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર ,બોટાદ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર એમ કુલ ૧૫ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

મહેસાણા : જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો શુભારંભ
મહેસાણા : અમદાવાદ જિલ્લા કલેક્ટરના હસ્તે જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો શુભારંભ
Manish Mistri
| Edited By: | Updated on: Feb 11, 2022 | 6:44 PM
Share

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને અમદાવાદ ઝોનના પ્રિસાઈડીંગ ઓફિસર કે.ડી.પરમારના હસ્તે જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો તા.10/02/2022ના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે.અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રુમ નં – 228માં હંગામી ધોરણે આ કચેરી કાર્યરત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જમીન સંપાદન અધિનિયમ- 2013 હેઠળ સંપાદન થયેલી જમીનમાં કલમ-23 હેઠળ નિયમિત એવોર્ડથી નિયત કરેલા વળતરથી નારાજ થયેલા હિત ધરાવતા અરજદારો વધારાના વળતર બાબતે કલમ-64 હેઠળ રેફરન્સ અરજી કરી શકે છે. આ કચેરી કાર્યરત થવાના પગલે અરજદારો માટે વધુ સાનુકુળ વાતાવરણ સર્જાશે.

અહીં એ નોંધનીય છે કે જમીન સંપાદન અધિનિયમ-2013ની કલમ 52 અનુસાર જમીન સંપાદનના વળતર સંબંધિત કેસોના નિકાલ માટે અમદાવાદ ઝોનના પ્રિસાઈડીંગ ઓફિસર( પ્રમુખ અધિકારી) તરીકે કે.ડી.પરમારની નિમણૂંક કરવામાં આવી છે.

અમદાવાદ ઝોનમાં ઉત્તર અને મધ્ય ઝોનના અમદાવાદ, ગાંધીનગર , ખેડા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર ,બોટાદ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર એમ કુલ ૧૫ જિલ્લાઓનો સમાવેશ થાય છે.જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીના શુભારંભ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર, અધિક નિવાસી નાયબ કલેક્ટર,અધિક ચિટ્નીશશ્રી સહિતના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

56,345  ગંગા સ્વરૂપા બહેનોના ખાતામાં રૂ 14.99 કરોડની સહાય ચૂકવાઇ

ગંગા સ્વરૂપા મહિલાઓને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા દર માસે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી દીઠ રૂપિયા 1,250 ની પેન્શન સહાય આપવામાં આવે છે. જેથી નિરાધાર ગરીબ ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક સહાય મળવાથી તેમને આર્થિક સધિયારો મળી રહે છે.

મહેસાણા જીલ્લાના 56,345  ગંગા સ્વરૂપા મહિલાઓને જાન્યુઆરી- ફેબ્રુઆરી 2022 માસમાં એરીયર્સ સાથે ડીબીટી થી રૂ. 14,99,63,750  કરોડની સહાય સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે.સરકાર દ્વારા 21 વર્ષના હયાત પુત્રની મર્યાદાને માર્ચ- 2019 બાદ દૂર કરાતાં લાખો મહિલાઓને આજીવન નિયમિત પેન્શન મળતુ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે 01 એપ્રિલ 2019ની સ્થિતિએ 4,752 લાભાર્થીઓને 56.71 લાખની પેન્શન સહાય મળતી હતી પરંતુ 21 વર્ષના હયાત પુત્રની અને ઉંમરની મર્યાદા દુર કરતાં આજે જિલ્લાની 56 હજાર ગંગા સ્વરૂપા મહિલાઓને આ લાભ મળતો થયો છે. આમ આ યોજના ગંગા સ્વરૂપા બહેનો નો આધાર સ્તંભ બની ને સ્થાપિત થયેલ છે તેમ મહિલા અને બાળ અધિકારી મુકેશ પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો : Kheda : ભાઈ-ભાભીની હત્યા કરનાર આરોપીને નડિયાદ સેસન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા

આ પણ વાંચો : Rajkot : બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડમાં સંડોવાયેલી 20 સસ્તા અનાજની દુકાનોના લાયસન્સ રદ કરાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">