Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાશીધામ કાહવા ખાતે 1011 કુંડાત્મક મહાયજ્ઞ, શિવ પુરાણ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

Mehsana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાશીધામ કાહવા ખાતે 1011 કુંડાત્મક મહાયજ્ઞ, શિવ પુરાણ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમા ભાવ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો.

Mehsana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાશીધામ કાહવા ખાતે 1011 કુંડાત્મક મહાયજ્ઞ, શિવ પુરાણ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Apr 06, 2023 | 2:51 PM

મહેસાણાના કાશીકાધ કાહવામાં 1011 કુંડાત્મક મહાયજ્ઞ, શિવ પુરાણ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ. જેમા કાશીધામ કાહવામાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કાશીધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સોના-ચાંદીની પાઘડી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. 1008 કડી રાજા બાપુ અને પિઠાધિશ્વર 1008 કનીરામદાસજી મહારાજે સોના અને ચાંદીથી મઢેલી પાઘડી તથા મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી મુખ્યમંત્રીનું સન્માન કર્યુ હતુ.

આ ધાર્મિક પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કાશીથી કાંસવા સુધી પહોંચેલી પ્રાચીન યાત્રાનું મહત્વ હતું એટલે જ કાંસવાને કાંશી કાંસવાનું ઉપનામ પ્રાપ્ત થયું છે. તેમણે એ પણ ઉમેર્યું કે, શિવથી જીવ સેવા એ આપણી હિન્દુ સંસ્કૃતિ રહી છે. ઉન્નત ગુજરાતના વિકાસ થકી મા ભારતીને જગત ગુરુ બનાવા રાજ્ય સરકાર સમર્પિત છે.

રોઝામાં નકલી ખજૂર તો નથી ખાઈ રહ્યા ને! આ રીતે કરો અસલી અને નકલી ખજૂરની ઓળખ
First AC train: ભારતની પહેલી AC ટ્રેન ક્યાંથી દોડી હતી?
Plant in pot : છોડમાં પાણી નાખવાનું ભૂલી જાવ છો ? આજે જ ઘરે ઉગાડો આ છોડ
આજનું રાશિફળ તારીખ : 02-03-2025
Health : એક મહિના સુધી તેલ બિલકુલ ન ખાવાથી શરીર પર શું અસર થશે?
Divorce Process : કોર્ટ માંથી છૂટાછેડા કેવી રીતે લઈ શકાય ?

મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે, ધાર્મિક,શિક્ષણ અને સદાવ્રત થકી સમાજ સેવાને ઉજાગર કરવી એ આપણી સંસ્કૃતિ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવા સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કરુણા સભરતા સમાજમાં ઉજળા કાર્યક્રમો રાજ્ય સરકાર સતત કરતી રહી છે અને એટલે જ ભારતની પ્રાચીન આધ્યાત્મિકતા પડકાર જનક પરિસ્થિતિમાં સામાજિક ચેતનાનું કેન્દ્ર રહી છે.

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગોગા બાપાના પ્રતિષ્ઠા મહોત્સવની જગ્યાએ રોટલો અને સેવાનો યજ્ઞ અવિરત ચાલે છે. રાજાબાપા અને ભુવાજી ની આગેવાનીમાં શિક્ષણ અને સેવાનું કામ તો ચાલે જ છે. સાથે સાથે કોરોના અને લમ્પી વાયરસમાં ગૌમાતાની અને સૌની તમામ સેવાઓ માટે અહીં દ્વાર ખુલ્લા મુકાયા હતા.

રાજ્ય સરકારમાં ગૌમાતા અને ગૌસેવા માટે પણ વિશેષ બજેટ મંજૂર થયા છે જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંવેનશીલતા બતાવે છે. મહેસાણામાં વડવાળા અને કાશીધામ કાહવા પ્રજાકીય સેવાઓ કરે છે અને હંમેશા કરતું રહેશે. એ માટે ગોગા મહારાજને સેવાભાવના આપણે વંદન કરીએ તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Gandhinagar: યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ થશે

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હિન્દુ ધર્મએ આસ્થા-શ્રધ્ધાનું કેન્દ્ર બિંદુ છે. મહાયજ્ઞોથી પવિત્રતાનું વાતાવરણ સનાતન હિન્દુ ધર્મને આપણા સંતો હંમેશા ઉજાગર કરતા રહ્યા છે. રાજ્ય સરકાર પણ વિશ્વમાં ગુજરાતના ધાર્મિક આસ્થાના કેન્દ્રોને ઓળખ આપવા કટિબદ્ધ છે.

આ અવસરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અનેક શ્રધ્ધાળુઓ ગુજરાતભરમાંથી આવીને ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે ઉમર્યું હતું કે, કાંસવા ધાર્મિક પૌરાણિક ધામ છે. આસ્થાનું પ્રતિક એવું આ ધામ એ માત્ર એક સમાજનું જ નહિ પણ સનાતન હિન્દુની સેવા જ્યોતનો કાર્યક્રમ છે. આ ધામે કોરોના સમયમાં સેવા, સારવાર કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">