આ તો ગજબ થઈ ગ્યો…મહેસાણાના ગીલોસણ ગામે 21 વર્ષથી નાની યુવતી સરપંચ તરીકે ચૂંટાઈ ગઈ અને ચૂંટણી અધિકારીને ખબર જ ન પડી- VIDEO
પેંડા ખવાઈ ગયા, ફુલહાર પેહરાવી દીધા, ઢોલ વાગી ગયા અને વાજતેગાજતે ગામમાં પણ પહોંચી ગયા. જી હા આ વાત છે મહેસાણા જિલ્લાના ગીલોસણ ગામના મહિલા સરપંચની... કે જેઓ નાની વયે સરપંચ બની ગયા અને તંત્રને મોડે મોડે ખબર પડી કે આ સરપંચ તો 21 વર્ષના છે જ નહીં, તેનાથી પણ નાની ઉમરના છે.
મહેસાણા જિલ્લાના ગીલોસણ ગામે 19 વર્ષ અને 8 મહિનાની યુવતી બની સરપંચ. 21 વર્ષ પુરા ના થયા છતાં ચૂંટણી લડી યુવતી સરપંચ બની. અફરોજ પરમારની ઉમર 21 વર્ષ નથી. તંત્રને હવે ખબર પડી. યુવતીએ પોતાના ઉમેદવારી ફોર્મમાં ઉમર દર્શાવી હતી 21 વર્ષ. શાળાની એલસીમાં યુવતીની જન્મ તારીખ છે 7 જાન્યુઆરી 2005. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ છે 8 ડિસેમ્બર 2004. યુવતીની બંને જન્મ તારીખમાં એક પણમાં 21 વર્ષ પુરા નથી થતાં. ચૂંટણી અધિકારી બનશે. ચૂંટણી અધિકારીની ભૂલ છતી થઇ છે. સમગ્ર મામલે મહેસાણા ટીડીઓ પ્રાંત અધિકારીને અહેવાલ સોપ્યો છે. ફોર્મમાં વિગતો છુપાવવા બદલ યુવતી સામે કાર્યવાહી થઈ શકે છે . બંને જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે.
સરપંચ પદ માટે લાયકાતનો નિયમ એવો છે કે 21 વર્ષની ઉમર હોય તો સરપંચની ઉમેદવારીનું ફોર્મ ભરી શકે. પરંતુ આ સરપંચ એવા છે કે 21 વર્ષથી નાના એટલે કે 6 થી 7 મહિના ઉમર નાની હતી. ફોર્મ ભરાઈ ગયું, ચૂંટણી જીતી ગયા અને તંત્ર હવે જાગે છે કે આતો ભૂલથી સરપંચ બની ગયા છે. હવે તપાસ અહેવાલ શરુ કરાયો છે. મહેસાણા તાલુકા પંચાયતના ટીડીઓએ આ સમગ્ર મામલે તપાસનો અહેવાલ તૈયાર કર્યો છે અને મહેસાણા પ્રાંત અધિકારીને આ તપાસ અહેવાલ સુપ્રત કર્યો છે.
જો કે સવાલ એ છે કે જન્મ તારીખનો 6 થી 7 મહિના જેટલો ફરક બતાવવામાં આવ્યો છે, ત્યારે શું એ જે તે સમયે ચૂંટણી અધિકારીઓને દેખાતો નહીં હોય. આવા બે ચૂંટણી અધિકારીની ભૂલ નામ જોગ અંદર દર્શાવવામાં આવી છે કે કયા કયા ચૂંટણી અધિકારી તે દરમિયાન ફરક બજાવતા હતા અને આ ફોર્મ ચકાસણીમાં કોની ફરજમાં આવતું હતું. તે બંનેના નામ પણ આ તપાસ અહેવાલમાં દર્શાવવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે બંને ચૂંટણી અધિકારીની ભૂલને કારણે ગીલોસણ ગામની અફરોઝ 21 વર્ષથી નાની વયે સરપંચ બની ગયા અને હવે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. ભૂલ કરનાર અધિકારીઓ અને આ સરપંચ બનનાર મહિલા વિરુદ્ધ કાર્યવાહી થશે જે સરપંચ પદ મળ્યું છે એ પણ રદબાતલ થઈ શકે છે.
Input Credit- Manish Mistri- Mehsana