Mehsana : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિવસની ઉજવણી કરાઇ, નમો ઋષિવન દ્વારા પર્યાવરણની જાળવણીનો સંકલ્પ લેવાયો

|

Jun 22, 2022 | 8:06 PM

મહેસાણાના( Mehsana) કડીમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રીના 67 મા જન્મ દિવસની ઉજવણી પ્રસંગે હાજર  રહેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તને વરેલા છે.

Mehsana : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિવસની ઉજવણી કરાઇ, નમો ઋષિવન દ્વારા પર્યાવરણની જાળવણીનો સંકલ્પ લેવાયો
Mehsana Nitin Patel Birthday Celebrated

Follow us on

ગુજરાતના (Gujarat)  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના(Nitin Patel) 67 મા જન્મ દિવસે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું. આ ઉપરાંત કડી અને મહેસાણામાં(Mehsana) વિવિધ સેવાકીય કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.નિતીન પટેલના 67 મા જન્મ દિવસે સરદાર યુવક મંડળ દ્વારા 06 સ્થાનો પર 1500 થી વધુ યુનિટ રક્ત એકત્રીત કરવામા આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીના સંકલ્પ પ્રમાણે કડી નગનીર 24 આંગણવાડી સહિત કડી શહેર અને તાલુકાના કુપષિત બાળકો માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નમો ઋષિવન અંતર્ગત 6700 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવનાર છે.

મહેસાણાના કડીમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રીના 67 મા જન્મ દિવસની ઉજવણી પ્રસંગે હાજર  રહેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તને વરેલા છે. સેવાની ભાવનાથી છેવાડાના માનવીનો વિકાસ થાય તેમનું અંતિમ લક્ષ્ય હોય છે. પ્રદેશ પ્રમુખે ઉમેર્યું હતું કે પંડિત દિન દયાળ ઉપાધ્યાયના માર્ગે બીજાને સુખે સુખીની ભાવના સાથે કાર્યકર્તાઓ થકી આજે રાષ્ટ્ર નિર્માણ થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નિતીનભાઇના  67 મા જન્મ દિવસે આજે અનેક સેવા કાર્યો થયા છે જે સનિષ્ઠ કાર્યકર્તાનું ઉત્તમ ઉદાહરણ છે.

આ ઉપરાંત ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દર્દીઓની તપાસ,લેબોટટરી ટેસ્ટ,એક્સરે,ઇસીજી તથા દર્દીઓને નિશુલ્ક દવા તથા દાખલ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કડી શહેરમાં મણીપુર મહોલ્લમાં રહેતા ગંગા સ્વરૂપા મહિલાઓ માટે અનાજ કરીયાણાની કીટ અને આર્થિક રીતે નબળા પરીવારના બાળકોને ચોપડાનું વિતરણ કરાયું હતું

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મહેસાણા શહેરના ભાજપના કાર્યકર્તાઓ  અને નગરપાલિકાના સભ્યઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા તોરણવાળી માતાના મંદિરે ભાજપ દ્વારા સત્યનારયણ ભગવાનની કથાનું આયોજન કરાયું છે.  મહેસાણામાં પ્રકાશભાઇ પટેલ સોમેશ્વર દ્વારા વડીલ વંદના કાર્યક્રમમાં 65 વર્ષથી વધુ વયના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 17 મંડળોમાં વૃક્ષા રોપણ કરાયું હતું. આ ઉપરાંત મિહીર  પટેલ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા મેઉ ગામ ખાતે સંકુલમાં અનાથ બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય  છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રીના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સત્તાવીસી સમાજ સરદાર યુવક મંડળ  દ્વારા 2014 થી 2021 સુધી 6842 રકત યુનિટ એકત્રિત કરેલ છે. આ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રીના 65 મા જન્મ દિવસે 65 હજાર રોપાઓનું વાવેતર કર્યુ છે.

 

 

Next Article