Mehsana : વિકાસને વેગ આપવા કવાયત, શહેરનો દ્વિતિય વિકાસ નકશો ફાઈનલ થયો

|

May 18, 2022 | 8:02 PM

મહેસાણામાં(Mehsana) શહેરના બહારના વિસ્તારમાં આડેધડ કરાતા બાંધકામના બદલે સુયોજિત વિકાસ કરી શકાય તે માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરનો વિકાસ નકશો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભવિષ્યના વિકાસને ધ્યાને રાખીને સમગ્ર બાબતોને આવરી લઈને વિકાસ નકશો તૈયાર કરવામાં આવતો હોય છે

Mehsana : વિકાસને વેગ આપવા કવાયત, શહેરનો દ્વિતિય વિકાસ નકશો ફાઈનલ થયો
Mehsana City(File Image)

Follow us on

ગુજરાતના મહેસાણા (Mehasana)શહેરનો દ્વિતિય વિકાસ નકશો (Development Plan)આખરે ફાઈનલ થઇ ગયો છે. મહેસાણા શહેરનુ ક્ષેત્રફળ વર્ષ 1993માં 1286 હેક્ટર હતું. તેમાં વધારો થઈને હાલમાં 3210 હેક્ટર થયું છે. જેમાં વિકાસ યોજના રીવાઈઝ કરાતા મહેસાણા શહેરનું ટાઉન પ્લાનીંગ, રોડ, રસ્તા સહિતનો વિકાસ યોગ્ય રીતે કરી શકાશે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે મહેસાણા શહેરનો દ્વિતિય વિકાસ નકશો ફાઈનલ કર્યો છે. મહેસાણા દ્વિતિય પુનરાવર્તિત વિકાસ યોજના – 2038 હેઠળ શહેરનુ ક્ષેત્રફળ વધીને 3210 હેક્ટર થઈ ગયુ છે. વર્ષ 1993 માં પ્રથમ વિકાસ નકશામાં શહેરનુ ક્ષેત્રફળ 1286 હેક્ટર હતું. જેમાં 28 વર્ષ બાદ ક્ષેત્રફળમાં અઢી ગણો વિસ્તાર વધ્યો છે. મહેસાણા શહેરનું ટાઉન પ્લાનીંગ, રોડ, રસ્તા સહિતનો વિકાસ યોગ્ય રીતે કરી શકાશે.

શહેરનો વિસ્તાર 1286 હેક્ટરથી વધીને 3210 હેક્ટર વિસ્તાર થયો

મહેસાણામાં શહેરના બહારના વિસ્તારમાં આડેધડ કરાતા બાંધકામના બદલે સુયોજિત વિકાસ કરી શકાય તે માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ શહેરનો વિકાસ નકશો તૈયાર કરવામાં આવતો હોય છે. ભવિષ્યના વિકાસને ધ્યાને રાખીને સમગ્ર બાબતોને આવરી લઈને વિકાસ નકશો તૈયાર કરવામાં આવતો હોય છે. સૂચિત નકશો તૈયાર થયા બાદ નાગરીકો પાસે વાંધા સૂચનો મંગાવીને શહેરી વિકાસ વિભાગમાં રજૂ કરી આખરી નકશો તૈયાર કરાતો હોય છે. વિકાસ નકશો રીવાઈઝ કરાયા બાદ શહેરનો વિસ્તાર 1286 હેક્ટરથી વધીને 3210 હેક્ટર વિસ્તાર થયો છે. જેમાં 1924 હેક્ટરનો વધારો થયો છે.

વર્ષ 2007 માં નાગલપુર અને આઉટગ્રોથ વિસ્તારને શહેરમાં મેળવાયા બાદ દ્વિતિય વિકાસ નકશો ફાઈનલ કરાયો છે. ગુજરાતમાં મહેસાણા શહેર એકમાત્ર એવું છે કે જ્યાં ગ્રીન ઝોન નથી. મહેસાણા શહેરનો દ્વિતિય વિકાસ નકશો ફાઈનલ થતાં આગામી દિવસોમાં શહેરના વિકાસનુ યોગ્ય આયોજન થઈ શકશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આજુબાજુના 19 ગામોનો સમાવેશ કરાય તો 35 કિલોમીટરનો ઘેરાવો થાય છે

મહેસાણા શહેરનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો છે. મહેસાણા શહેરને મહાનગરપાલિકા બનાવવા માટે 4 વર્ષ અગાઉ વર્ષ 2018 માં રાજ્ય સરકારે પાલિકા પાસે દરખાસ્ત મંગાવી હતી. વર્ષ 2005 માં 12 કિલોમીટરના ઘેરાવામાં રહેલુ મહેસાણા શહેર હાલમાં 32 કિલોમીટરના ઘેરાવામાં પહોંચી ગયુ છે. જેમાં આજુબાજુના 19 ગામોનો સમાવેશ કરાય તો 35 કિલોમીટરનો ઘેરાવો થાય છે. જેથી હવે મહેસાણા શહેરનો દ્વિતિય વિકાસ નકશો ફાઈનલ થઇ જતા મહેસાણા શહેરનો વિકાસ હજુ પણ થશે તેમાં કોઇ શંકા નથી.

ક્રિકેટ સ્ટેડિયમ સહિતની સુવિધાઓ લોકોને મળી

આમ, મહેસાણા શહેરનો દ્વિતિય વિકાસ નકશો આખરે ફાઈનલ થતા મહેસાણા શહેરના ક્ષેત્રફળમાં વધારો થવાથી શહેરનું ટાઉન પ્લાનીંગ, રોડ, રસ્તા સહિતનો વિકાસ યોગ્ય રીતે થશે. જૂના વિસ્તારમાં સરકારી કચેરીઓ, શોપિંગ મોલ, સ્પોર્ટ્સ સેન્ટર, ક્રિકેટ સ્ટેડિયમ સહિતની સુવિધાઓ લોકોને મળી છે. જ્યારે હવેના વિકસિત વિસ્તારમાં પણ આ પ્રકારની સુવિધાઓ મળી શકે તેવા પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

(With Input Manish Mistri, Mehsana )

Published On - 4:51 pm, Wed, 18 May 22

Next Article