Gujarat Election: કોંગ્રેસથી થયા ઘણા નારાજ, જાણો 2017થી અત્યાર સુધીમાં કોણે કોણે છોડ્યો કોંગ્રેસનો ‘હાથ’

કોંગ્રેસના (Congress) ઘણા પદ પરથી નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. આજે હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ ત્યજવા સાથે કોંગ્રેસને અલવિદા કહી દીધુ છે. હાર્દિક પટેલના (Hardik Patel) કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે.

Gujarat Election: કોંગ્રેસથી થયા ઘણા નારાજ, જાણો 2017થી અત્યાર સુધીમાં કોણે કોણે છોડ્યો કોંગ્રેસનો 'હાથ'
Gujarat Congress (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 3:21 PM

કોંગ્રેસના (Congress) ગઢમાં એક પછી એક ગાબડા પડતા જઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસનો સાથે છોડી રહ્યા છે. જે ધારાસભ્યોએ 2017ની ચૂંટણી કોંગ્રેસને બેઠકોના સારા આંક સાથે જીતાડી હતી. તે જ ધારાસભ્યો હવે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) તરફી દોડી રહ્યા છે. માત્ર ધારાસભ્યો જ નહીં કોંગ્રેસના ઘણા પદ પરથી નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. આજે હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ ત્યજવા સાથે કોંગ્રેસને અલવિદા કહી દીધુ છે. હાર્દિક પટેલના (Hardik Patel) કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે. અમે તમને જણાવીશું કે અત્યાર સુધીમાં કોંગ્રસનો સાથ કોંગ્રેસને જ જીતાડનાર કયા ધારાસભ્યોએ છોડ્યો છે.

ત્યારે કોંગ્રેસની આ ડુબતી નાવમાંથી કેટલા લોકો કુદી ગયા છે તેના વિશે જાણીએ.

વિધાનસભા ચૂંટણી 2022 પહેલા 12 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે. અશ્વિન કોટવાલના રાજીનામાં બાદ હવે કોંગ્રેસ ધારાસભ્યોનો આંકડો 64 પર અટક્યો છે. વર્ષ 2017 ચૂંટણી બાદ કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યોનું સંખ્યાબળ હતું. જ્યારે 1 ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન થયું છે.

વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી

વિધાનસભા ચૂંટણી સમયે મહેસાણાના ધારાસભ્ય જીવાભાઈ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

વર્ષ 2017 રાજ્યસભાની ચૂંટણી

રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર શહેર), મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ,સાબરકાંઠા), પી.આઇ. પટેલ (વિજાપુર, મહેસાણા), ડો.તેજશ્રીબેન પટેલ (વિરમગામ,અમદાવાદ), શકર વારલી (ઉમરગામ,વલસાડ), કરમશી પટેલ (સાણંદ, અમદાવાદ), અમિત ચૌધરી (માણસા અમદાવાદ), બલવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર, પાટણ), છનાભાઇ ચૌધરી (વાંસદા, નવસારી), રામસિંહ પરમાર (ઠાસરા, ખેડા), માનસિંહ ચૌહાણ (બાલાસિનોર, ખેડા), સી.કે. રાઉલજી (ગોધરા, પંચમહાલ), ભોળાભાઇ ગોહિલ (જસદણ, રાજકોટ)

વર્ષ 2019 લોકસભાની ચૂંટણી

કુંવરજી બાવળિયા (જસદણ, રાજકોટ), જવાહર ચાવડા (માણાવદર,જુનાગઢ), આશા પટેલ (ઉંઝા, મહેસાણા), પરષોત્તમ સાબરિયા (ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર), વલ્લભ ધારવિયા (જામનગર), અલ્પેશ ઠાકોર(રાધનપુર), ધવલસિંહ ઝાલા (બાયડ)

વર્ષ 2020 રાજ્યસભાની ચૂંટણી

મંગળ ગાવિત (ડાંગ) જે.વી. કાકડિયા (ધારી, અમરેલી) પ્રવિણ મારુ (ગઢડા,ભાવનગર) સોમા પટેલ (લીમડી, સુરેન્દ્રનગર) પ્રધ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા,કચ્છ) અક્ષય પટેલ (કરજણ, વડોદરા) જીતુ ચૌધરી (કપરાડા,વલસાડ) બ્રિજેશ મેરજા (મોરબી)

2022 વિધાનસભા ચૂંટણી (અત્યાર સુધી)

અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા)

2022 વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા પણ ભાજપમાં સામેલ થયા છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કેસરિયા ધારણ કરી લીધા છે.

આ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસને અલવિદા કહીને આપનો સાથ મેળવી લીધો છે તો કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

વિધાનસભામાં આજની સ્થિતિ

ભાજપ-111

કોંગ્રેસ-63

NCP-1

ટ્રાયબલ પાર્ટી-2

અપક્ષ-1

ખાલી બેઠક-4

કુલ -182 બેઠક

(નોંધ: ખાલી બેઠક-ઊંઝા,ભિલોડા, ખેડબ્રહ્મા, દેવભૂમિ દ્વારકા)

હાલ કોંગ્રેસનો માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. હાર્દિક પટેલે પણ હવે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">