Mehsana : દૂધસાગર ડેરીના મારામારી કેસમાં વિપુલ ચૌધરી મેદાનમાં, રેન્જ આઇજીને આવેદનપત્ર આપ્યું

|

Jun 22, 2022 | 6:13 PM

ગુજરાતના(Gujarat) પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ અર્બુદા સેના સાથે ગાંધીનગરના રેન્જ IGને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે ગુજરાત સહકારી મોડેલના કારણે ઓળખાય છે

Mehsana : દૂધસાગર ડેરીના મારામારી કેસમાં વિપુલ ચૌધરી મેદાનમાં, રેન્જ આઇજીને આવેદનપત્ર આપ્યું
વિપુલ ચૌધરીની ACB દ્વારા અટકાયત
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં (Gujarat) મહેસાણાની દૂધસાગર ડેરીમાં(Dudhsagar Dairy)સાધારણ સભા અગાઉ મોઘજી ચૌધરી સાથે થયેલી મારામારીના મુદ્દે વિપુલ ચૌધરી(Vipul Chaudhary)મેદાનમાં આવ્યા છે. જેમાં ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ અર્બુદા સેના સાથે ગાંધીનગરના રેન્જ IGને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે ગુજરાત સહકારી મોડેલના કારણે ઓળખાય છે અને આ ઘટના દૂધસાગર ડેરી માટે લાંછન રૂપ છે. આ સાથે જ વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોઘજી ચૌધરી પર થયેલા હુમલાની નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

આ પૂર્વે મહેસાણાના દૂધસાગર ડેરીની સાધારણ સભામાં પ્રવેશ મુદ્દે થયેલી મારામારીનો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતી. સહકારી અગ્રણી વિપુલ ચૌધરીએ આ અંગે જિલ્લા પોલીસ વડાને લેખીતમાં રજૂઆત કરી હતી. અને આરોપીઓ સામે 307ની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે. વિપુલ ચૌધરીનો આક્ષેપ છે કે ચોક્કસ પુરાવા વિના ફેબ્રિકેટેડ ફરીયાદ થઈ છે.દૂધસાગર ડેરીના CCTV વીડિયો ચેક કરવાની અને ગનનો FSLરીપોર્ટ કરવાની વિપુલ ચૌધરીએ માગ કરી હતી.

મોઘજી દેસાઈના પુત્રએ ફાયરિંગ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે મહેસાણા માં દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા હોબાળો થયો હતો. આ સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરી ના સમર્થકો અને અશોક ચૌધરી ના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી. સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ દેસાઈને ઇજા પહોંચી હતી જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બીજી બાજુ આ ઘર્ષણના પગલે મોઘજી દેસાઈના પુત્રએ ફાયરિંગ કર્યું હતું. સાધારણ સભા પહેલાં મોઘજી દેસાઈ ઉપર હુમલો થતાં સ્વ બચાવમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ડેરીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયંતિભાઈ ચૌધરીને ગોળી વાગી હતી

જોકે પાછળથી જાણવા મળ્યું છે કે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ દેસાઈના પુત્ર દ્વારા હવામાં ફાયરિંગ કરાયું હોવાના કિસ્સામાં એકને ઇજા થઈ છે. ફાયરિંગમાં ડેરીના સિક્યુરીટી ઈન્ચાર્જને ગોળી વાગી હોવાનો દાવો કરાયો છે. ડેરીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયંતિભાઈ ચૌધરીને ગોળી વાગતા સારવાર માટે ખસેડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જયંતીભાઈ ચૌધરીને મહેસાણા સિવિલમાં ખસેડાયા છે. મોઘજી દેસાઈના પુત્રએ કરેલ ફાયરિંગમા ગોળી વાગી હોવાનો ઇજાગ્રસ્તનો દાવો કરાયો છે.

 

Published On - 6:05 pm, Wed, 22 June 22

Next Article