Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : માતા અને બાળ મરણમાં ઘટાડો લાવવા જિલ્લા વહિવટી તંત્ર મેદાને, જાણો

વડનગરની આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નિવારણના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પની અનોખી પહેલ શરૂ કરાઇ છે. દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન વડનગર ખાતે કરવામાં આવે છે.

Mehsana : માતા અને બાળ મરણમાં ઘટાડો લાવવા જિલ્લા વહિવટી તંત્ર મેદાને, જાણો
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Apr 22, 2023 | 9:49 AM

હાલ વડનગરની આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા માટે તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. રક્તદાન કરવા સાથે અનેક નાગરિકોના જીવન બચાવના સંકલ્પ સાથે આ કાર્યક્ર્મ હાથ ધરવામાં આવ્યો છે. દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પ થકી રક્ત એક્ત્રીત કરવાની જિલ્લા કલેકટર દ્વારા અનોખી પહેલ કરાઇ છે. આ સાથે વધુમાં ટોરેન્ટ ફાર્મા, ઇન્દ્રાડ દ્વારા સી.આર.સીમાં ફાળવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.

અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માતા અને બાળ મરણમાં ઘટાડો થાય તે માટે વડનગરની આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નિવારણના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પની અનોખી પહેલ શરૂ કરાઇ છે. જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન વડનગર ખાતે કરવામાં આવે છે.

સી.આર.સી ફંડમાં ફાળવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

આ કાર્યક્ર્મ અંતર્ગત 21 એપ્રિલના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેની સાથે ટોરેન્ટ ફાર્મા ઇન્દ્વાડ દ્વારા સી.આર.સી ફંડમાં ફાળવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરની પ્રેરણાથી વડનગર ખાતે 17 ફેબ્રુઆરી અને 17 માર્ચના રોજ રક્તદાન કેમ્પ યોજાઇ ગયો છે. જેમાં 17 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કલેકટર એમ નાગરાજ રક્તદાન કરી રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા આશયથી રક્તદાન કેમ્પનું આયોજન

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એટલે જીવતદાનના મંત્ર સાથે અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નહી સર્જાય તેમજ માતા અને બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા શુભ આશયથી વડનગરમાં હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો : કેનેડામાં ગુમ થયેલા મૂળ મહેસાણાના યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો, 4 દિવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં થયો હતો ગુમ, જુઓ Video

જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવવની સાથે માનવતાના કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે. તેમણે ઉમેર્યું હતુ કે વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે. ખાસ કરીને માતા-મરણ અને બાળ મરણનુ મુખ્ય કારણ રક્તની અછત હોય છે. આવા સમયમાં અંતરીયાળ વિસ્તારમાં સહેલાઇથી રક્ત મળી જાય તો માતા અને બાળ મરણમાં ઘટાડો થશે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">